Abtak Media Google News

ભ્રષ્ટાચારથી ખદબદતી સેના દેશવાસીઓનો ભરોસો જીતવામાં નિષ્ફળ

પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારનો ફેલાવો એ હદે છે કે ખાલી ત્યાંની સેનાની કરતુત પરથી જ આ વાતનો અંદાજ લગાવી શકાય. ત્યાંની સેનાના અધિકારીઓ છે કે બિઝનેસમેન તે કહેવું અઘરું છે. જેથી જ ત્યાંના દેશવાસીઓની નજરમાંથી સેના ઉતરી ગઈ છે.

પાકિસ્તાનમાં સેના પ્રત્યે જ દેશવાસીઓમાં કઈ વિશેષ સન્માન નથી તેનું કારણ એ છે કે પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ પાસે અઢળક સંપત્તિ છે. એક્સપર્ટે આનું એક જ કારણ આપ્યું છે કે સેના દેશનું સૌથી મોટું બિઝનેસ હાઉસ છે. તે ઈન્ડસ્ટ્રી ચલાવે છે અને ભ્રષ્ટાચારમાં સામેલ છે. ત્યાંની સંસદમાં રજૂ કરાયેલા સત્તાવાર દસ્તાવેજો અનુસાર, પાકિસ્તાની સેના 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરે છે.

બિઝનેસમાં સિમેન્ટ, ખાતર, બિયારણ, તેલ, ગેસ, વીજળી, એરપોર્ટ સર્વિસ, એરક્રાફ્ટના પાર્ટસ, ફૂટવેર, સિક્યોરિટી સર્વિસ, ડિસ્ટિલરી, બેન્ક, મીટ, મેટલ, જાહેરાત-એડ, રિયલ એસ્ટેટ માટે તબીબી સેવાઓનો સમાવેશ થાય છે. સેનાનો આ બિઝનેસ આર્મી વેલ્ફેર ટ્રસ્ટ, મિલિટરી ફાઉન્ડેશન, શાહીન ફાઉન્ડેશ અને બહરિયા ફાઉન્ડેશનનાં ચાર નામો અંતર્ગત 50થી વધુ કંપનીઓ અથવા પ્રોજેક્ટ દ્વારા ચલાવવામાં આવે છે.

1947થી મેજરના રેન્કથી ઉપરના 72 સૈન્ય અધિકારીને ભ્રષ્ટાચારના કેસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઈમરાન ખાનના કાર્યકાળ દરમિયાન 6 અધિકારી પર ભ્રષ્ટાચારના કેસમાં અત્યારસુધી તપાસ ચાલી રહી છે.

હાલમાં જ સરકારના ઓડિટમાં ઘટસ્ફોટ થયો છે કે પાકિસ્તાન સેનાએ 2500 કરોડનું કૌભાંડ કર્યું છે, જેમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓની સંડોવણીથી સૈન્યની જમીનો અને કેન્ટોન્મેન્ટની જમીનો લોકોને ઓછી કિંમતે વેચવામાં આવી હતી.પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા પાસે 450 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમનાં 6 વર્ષના કાર્યકાળમાં 6 વખત આવું બન્યું છે. છેલ્લાં 6 વર્ષમાં બાજવાના સંબંધીઓ અને નજીકના મિત્રોએ કરાચી, લાહોર સહિત પાકિસ્તાનનાં મોટાં શહેરમાં ઈન્ટરનેશનલ બિઝનેસ અને કોમર્શિયલ પ્લાઝા શરૂ કર્યા. આ સિવાય તેમણે વિદેશમાં પણ પ્રોપર્ટી ખરીદી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.