Abtak Media Google News

ગુજશીટોકના ગુનામાં જેલ હવાલે રહેલા

કાયદા મુજબ પોલીસે ચાર્જશીટ રજૂ કર્યું હોય અને તમામ શખ્સો સામે  ત્હોમતનામું ફરમાવેલું હોય ડિફોલ્ટ બેલ્ટ ન મૂકી શકાય: સરકારી વકીલ એસ.કે. વોરા

રાજકોટ જિલ્લામાં ચકચાર મચાવનાર ગોંડલ સહિત સૌરાષ્ટ્ર ભરમાં હાહાકાર મચાવનાર અને હત્યા,હત્યાની કોશિશ, ખંડણી, ધમકી અને મારામારી સહિત જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા અને ગોંડલની જેલમાં બેઠા બેઠા કારો કારોબાર કરી અને પોતાનું સામ્રાજ્ય જમાવનાર તેમજ ગુજસીટોકનાં ગુનામાં અલગ અલગ જેલમાં રહેલા 10 શખ્સોની  રેગ્યુલર જામીન અરજી   રાજકોટની ખાસ અદાલતે  નામંજુર કરતો હુકમ  કર્યો છે.

ગોડલના નિખીલ દોંગા અને તેના સાગરીતો વિરૂધ્ધ બે વર્ષ પહેલા નોંધાયેલ ગુજસીટોક કાયદા હેઠળના ગુન્હામા 14-આરોપીઓ જુદી જુદી જેલોમા કેદી તરીકે છે. આ કેસમા આશરે 6 માસ પહેલા તમામ આરોપીઓ વિરૂધ્ધ ખાસ અદાલતે તહોમતનામુ ફરમાવી દીધેલું છે અને નિખીલ દોંગા સામેનો આ કેસ સરકારી સાહેદોના મૌખિક પુરાવા ઉપર ચાલી રહેલો છે. આ સમયે કુલ-14 આરોપીઓ માહેથી 8-આરોપીઓએ ખાસ અદાલતમા ડીફોલ્ટ બેઈલની અરજીઓ રજુ કરી રજુઆતો કરેલી હતી.

સરકાર તરફે સ્પે.પી.પી. સજયભાઈ કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, કાયદાના પ્રબંધો મુજબ પોલીસ તપાસ પુર્ણ થયે ચાર્જશીટ રજુ થતા પહેલા ડીફોલ્ટ બેઈલની અરજી 2જુ થવી જરૂરી છે.  આ કેસમા આરોપીઓ વિરૂધ્ધ તહોમતનામુ ફરમાવવામા આવેલુ ત્યારે તેઓના વાધાઓ ખાસ અદાલતે સાભળેલા હતા તે સમયે પણ કોઈ આરોપીએ ડીફોલ્ટ બેઈલના અધિકારની વાત કરેલ નથી.  આ સજોગોના  ઓરીસ્સા હાઈકોર્ટે ઠરાવેલું હતુ કે જયારે રેગ્યુલર બેઈલની અરજીની સુનવણી ચાલુ હોય તે સમયે ડીફોલ્ટ બેઈલનો હકક ઉત્પન્ન થાય તો આરોપીને ડીફોલ્ટ બેઈલ માટે અલગથી અરજી કરવાની જરૂરીયાત રહેતી નથી. ડીફોલ્ટ બેઈલના હકકની 2જુઆત રેગ્યુલર જામીન અરજીની સુનવણી વખતે પણ કરી શકાય છે. પરંતુ હાલના કિસ્સામા આરોપીઓએ ચાર્જશીટ જ થતા પહેલા કે તોહમતનામુ ફરમાવવામા આવ્યુ ત્યારે કોઈપણ તબકકે તેઓએ ડીફોલ્ટ બેઈલના હકનો ઉલ્લેખ કરેલ નથી.

આ રીતે આરોપીઓને ડીફોલ્ટ બેઈલનો કોઈ હકક મળેલ ન હોવા છતાં અન્ય કેસોના જુદા પ્રકારના સજોગો ઉપર આધાર રાખી ડીફોલ્ટ બેઈલની અરજી રજુ કરવા હકક રહેતો નથી. સરકાર તરફેની આ રજુઆતોને ધ્યાનમાં લઈ નામ. ખાસ અદાલતે ગોંડલના ગુજસીટોક કેસના 10-આરોપીઓની ડીફોલ્ટ બેઈલની અરજી નામજુર કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.