Abtak Media Google News
  • સુલતાનપુર પોલીસને ઉંઘતી રાખી એલ.સી.બી. પી.આઇ. વી.વી.ઓડેદરા અને પી.એસ.આઇ. એચ.સી.ગોહિલે પાડ્યો દરોડો 28 શખ્સોની ધરપકડ કરી, રોકડા 16.34 લાખ, 25 મોબાઇલ અને છ વાહનો મળી રૂા.53.71 લાખનો મુદ્દામાલ કબ્જે
  • શહેરમાં પોલીસની ભીંસ વધતા ગ્રામ્ય પંથકમાં ક્લબ સંચાલકોના ધામા: કોટડા સાંગાણી પંથકમાં એસએમસીના દરોડાને પગલે બ્રાંચની જુગારીઓ પર ધોસ

Screenshot 20240130 150442 રાજકોટ શહેર પોલીસની જુગાર સંચાલકો અને પંટરો પર ભીંસ વધતા ગ્રામ્ય તરફ નજર દોડાવી છે. પરંતુ પોલીસની નજરમાંથી બચવું ગુન્હેગારો માટે નામુમકીન છે. તેમ એક સપ્તાહ પૂર્વ સ્ટેટ મોનીટરીંગ સેલે કોટડા સાંગાણી પંથકમાં દરોડો પાડી 17 શખ્સોની ધરપકડ કરી 15 લાખ રોકડ સહિત 14 લાખના મુદ્ામાલને કબ્જે કર્યાની શાહી સુકાય નથી. ત્યારે ગોંડલ તાલુકાના કમર કોટડા ગામની સીમમાં ધમધમતી જુગાર ક્લબ પર સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી એલ.સી.બી.એ દરોડો પાડ્યો છે. જેમાં વાડી માલિક જંગલેશ્વરનો ક્લબ સંચાલક સહિત રાજકોટના 18 પંટરો, જામનગર-વાંકાનેર સહિત 28 શખ્સોની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા 16.34 લાખ રોકડા, 25-મોબાઇલ અને છ વાહનો મળી રૂા.53.71 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂ-જુગારનો કડક અમલ કરવા એસ.પી.જયપાલસિંઘ રાઠૌરે આપેલી સુચનાને પગલે એલ.સી.બી.ના પી.આઇ. વી.વી.ઓડેદરા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથધર્યું હતું ત્યારે ગોંડલ તાલુકાના કમર કોટડા ગામે રહેતા મયુર છગન જાગાણીની વાડીમાં રાજકોટ શહેરના જંગલેશ્વરમાં રહેતો હબીબ અલી ઠેબા નામનો શખ્સ ઘોડી પાસાની ક્લબ ચલાવતો હોવાની પી.એસ.આઇ. એચ.સી.ગોહિલ અને કોન્સ્ટેબલ અબ્બાસભાઇ ભારમલને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડ્યો હતો.

જુગારના દરોડા દરમિયાન વાડી માલિક મયુર છગન જાગાણી, જુગાર ક્લબના સંચાલક રાજકોટના જંગલેશ્વરનો હબીબ અલી ઠેબા, સાધુ વાસવાણી રોડ પર યોગીનગરમાં રહેતો અજીત ભીમ ભોજક, જંક્શન પ્લોટમાં જુલેલાલ નગર નં.1 અશોક આતચંદ વીંઘાણી, બજરંગ વાડી રાજીવનગરનો એજાજ અબ્દુલ દલવાણી, દેવપરાની મહેશ્વરી સોસાયટીમાં ઇમરાન સતાર મીઠાણી, 150 ફૂટ રીંગ રોડ પર ધરમનગર અમીન જકર શીશાંગીયા, નાણાવટી ચોક પરમેશ્વર સોસાયટીમાં અમીન કાદર માકડ, રૈયા રોડ, જ્ઞાનજીવન સોસાયટી વિમલ પ્રતાપ રાવલ, નુરાનીપરાનો જાહીદ અલાદ વિશળ, કેવડાવાડીનો રણજીતભાઇ ગોવુભા ખાચર, હુડકો ક્વાર્ટર હર્ષદ પ્રતાપભાઇ વાળા, જંગલેશ્વરનો ઇકબાલ કાસમ સમા, સદર બજારનો ઇસ્માઇલ ઇશાક, માડરીયા, જામનગર રોડ મહાદેવ પાર્ક જયેશ શશીકાંત સાત, કુવાડવા રોડ સિદ્ધિવિનાયક પાર્કમાં રહેતો રણજીત કાનજી વાઢેર ,માલિયાસણ ગામનો રાજેશ ધેલા ખોડા, ગંજીવાળા નો અસલમ મોહમ્મદ કલર ,જંકશન પ્લોટ નો મોહસીન સલીમ મોટાની, ગોંડલનો આમદ બોદુ ખીરાણી, જસદણના વીરનગર નો ચંદુ લાખા રોજાસરા હ,વાંકાનેર નો વિવેક જીતેન્દ્ર માણેક ,જામનગર નો મોહમ્મદ બોદુ.ખીરા, અશ્વિન ભીમજી ગોહિલ, સુનિલ લાલવાણી અને જસદણના વીરનગર નો ભીમ મેરામ ભોજકની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા 16.34 લાખ, 25 મોબાઇલ અને છ વાહનો મળી રૂપિયા 53.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.કામગીરી કરનાર  રાજકોટ  એલ.સી.બી. પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા,  પો.સબ.ઈન્સ. એચ.સી.ગોહીલ, ડી.જી.બડવા, એ.એસ.આઈ.મહેશભાઈ જાની, રવિદેવભાઈ બારડ, હેડ.કોન્સ.અનીલભાઈ ગુજરાતી,પ્રહલાદસિંહ રાઠોડ, રોહીતભાઈ બકોત્રા,રૂપકબહાદુર બોહરા, ધર્મેશભાઈ બાવળીયા ,કોન્સ.અબાસભાઇ ભારમલ, મનોજભાઈ બાયલ, પ્રકાશભાઈ પરમાર, ભોજાભાઈ તરમટા,મથુરભાઈ વાસાણી, રસીકભાઈ જમોડ, ભાવેશભાઈ મકવાણા અને વિરમભાઈ સમેચા સહિતના સ્ટાફે કામગીરી બજાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.