Abtak Media Google News

એક સમયે તોફાની ગણાતી કોલેજની છાપ કનુભાઇ માવાણીના આગમન પછી બદલાઇ ગઇ હતી

રાજકોટ કંસારા મોહનલાલ ભગવાનદાસ માવાણી પરિવારના જાણીતા કૃષ્ણકાંત મોહનલાલ માવાણી (ઉ.વ.84)નું તા.1 ડિસેમ્બરના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું આજરોજ સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન મઘ્યસ્થ ખંડ રાષ્ટ્રીય શાળા મનહર પ્લોટમાં રાખવામાં આવ્યું છે.

શ્રીમતિ જે.જે. કુંડલિયા કોલેજની સ્થાપના ઇ.સ. 1969માં કરવામાં આવી હતી. ત્યારે 12–/7/1978 થી 14/6/2001 સુધી કૃષ્ણકાંત માવાણી કુંડલિયા કોલેજના પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવી હતી. તેઓ શ્રીમતિ જે.જે. કુંડલિયા કોલેજના ત્રીજા પ્રિન્સીપાલ બન્યા હતા. પ્રથમ જે.જે. દેસાઇ, દ્વિતીય શ્રી શીંગાળા એ પદભાર સંભાળ્યો હતો. અને ત્રીજા કૃષ્ણકાંત માવાણીએ જેઓએ પ્રિન્સીપાલ તરીકેની ફરજ ર3 વર્ષ સુધી નિભાવી હતી.

કોલેજનું પરિણામ ઉત્તમ આવે કોલેજ નામમાં મેળવે, ઉચ્ચરસ્તર સુધી પહોંચે તે માટે અનેક વિધ પ્રયાસો કર્યા હતા. સંસ્થાના વિકાસ માટે સતત તત્પર હતા. સંસ્થા પ્રત્યેની વફાદારી લીડર શીપ સહીતના અનેક ગુણો તેમનામાં હતા.

પ્રિન્સીપાલ તરીકેના કાર્યકાળ દરમિયાન વિવિધ ક્ષેત્રના નામના મેળવી અને વિવિધ હોદાઓ શોભાવનાર તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં કમલેશભાઇ જોષીપુરા જે સૌરાષ્ટ્રના કુલપતિ રહી ચુકયાં છે.  કલ્પકભાઇ ત્રિવેદી જે સૌરાષ્ટ્ર યુનિ. ના ઉપકુલપતિ પદે હતા. અશોકભાઇ ડાંગર (કોંગ્રેસ અગ્રણી), નરેન્દ્રસિંહ જાડેજા (લોધિકા તા.વે.સંઘ ચેરમેન), જવલતભાઇ છાયા (તંત્રીશ્રી ફૂલછાબ), શૈફુદિન આક્રોલાવાળા (જાણીતા બિઝનેસ મેન), હેમાગભાઇ સહિત અનેક વિવિધ વિદ્યાર્થીઓએ કનુભાઇ માવાણીની અભ્યાસ કર્યો હતો. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ કોલેજમાં અનેક વિધ બદલાવો દ્વારા કરવામાં આવ્યા હતા. વિઘાર્થીઓમાં લીડરશીપના ગુણ વધે તે માટેના ગણુ કેળવતા હતા કોમ્પ્યુટર ની આગળના સમયમાં જરુરત વધશે તેને ઘ્યાને લઇને 2000 ની સાલમાં જે.જે. કુંડલીયા કોલેજમાં બી.સી.એ. ની સ્થાપના કરી હતી. તેઓ કોલેજના પ્રિન્સીપાલતો હતા. ઉપરાંત અનેક વિધ સેવાકિય પ્રવૃતિઓમાં પણ તેઓનું અનેરું યોગદાન રહ્યું હતું. જે તે સમયે જે.જે. કુંડલીયા કોલેજને તોફાની કોલેજના નામથી ઓળખવામાં આવતી હતી ત્યારે કૃષ્ણકાંત માવાણીએ કડક શિસ્ત દાખવીને તોફાની કોલેજની છાપમાં ઘણી ખરી મુકતી આપી હતી. ત્યારબાદ તેમના કાર્યકાળ દરમિયાન કોલેજએ અનેકવિધ શિખરો સર કર્યા હતા. કોલેજએ ખુબ જ પ્રગતિ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.