Abtak Media Google News

મોરબી બેઠક પર બે અને લીંબાયત બેઠક પર ત્રણ બેલેટ યુનિટ મુકવામાં આવશે: પ્રથમ તબકકાના મતદાન માટે 788 ઉમેદવારો મેદાનમાં

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં મતદારો- મતદાન મથકો પર કે ગણતરી સ્થળો પર મોબાઇલ લઇને જઇ શકશે નહીં. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના  પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર હવ ેકુલ 788 ઉમેદવારો વચ્ચે ચૂંટણી  યોજાશે.  તેમ મુખ્ય નિર્વાચય  અધિકારી  પી.ભારતીએ  જણાવ્યું હતુાં મોરબી બેઠક   ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુવનટ, જ્યારે સુરતના લિંબાયત  મત વિસ્તારમાં 44 ઉમેદવાર હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે.

ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ખાસ  વ્યવસ્થા ગોઠવી છે. તેમણે કહ્ુાં હતું કે દિવ્યાાંગ મતદારોને મતદાન મથક ઉપર વિવિધ  સુવિધાઓ પુરી પાડવામાં આવશે. તેમને આવવા- જવા માટે નિ:શુલ્ક વાહન સુવિધા અને  પોસ્ટલ બેલેટની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાાં આવશે. જ્યારે દ્રષ્ટિહીન મતદારોને એક  સાથીદારને સાથે લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે. તેમજ શ્રવણ અને વાક  નિ:શક્તતા ધરાવતા મતદારો માટે સાાંકેતિક ભાષામાં મતદાન પ્રક્રિયાની સમજ આપતા પોસ્ટર તૈયાર કરવામાં આવ્યા છે. એટલું જ નદહિં, દરેક જિલ્લા મથકે સહાયતા માટે બ્રેઈલ  લીપી જાણતાાં તજજ્ઞોની સેવાઓ લેવામાાં આવશે.

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી  પી. ભારતીએ જણાવ્યું હતુંમતદાન મથકો પર અને મત ગણતરી સમયે મત ગણતરી કેન્દ્રમાં કાયદો અને

વ્યવસ્થાની જાળવણી માટે ભારતના ચૂંટણી પંચે આપેલા નિદેશ પ્રમાણે ચૂંટણી પ્રક્રિયામાં  જોડાયેલા અધિકૃત અધિકારી કે પોલીસ અધિકારી સિવાય કોઈપણ વ્યકિત મતદાન  મથકની અંદર કે મતદાન મથકના 100 મીટર ત્રિજયાના વિસ્તારમાં સેલ્યુલર ફોન મોબાઇલ ફોન, કોડલેસ ફોન કે વાયરલેસ સેટ લઈ જઈ શકશે નહીં. ભારતના ઇલેક્શન કમિશ્નરના આદેશોનું ચુસ્ત પાલન કરવામાાં આવશે.

મોરબી બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 17 ઉમેદવાર હોવાથી 02 બેલેટ યુનિટ  વપરાશે. જ્યારે સુરતના  લિંબાયત મતવિસ્તારમાં 44 ઉમેદવાર હોવાથી 03 બેલેટ  યુનિટ વપરાશે. ભારતના ચૂંટણી પંચના નિયમ મુજબ 16 ઉમેદવાર હોય તો (15  ઉમેદવાર+ગઘઝઅ) 01 બેલેટ યુનિટ જ્યારે 16થી 31 ઉમેદવારો સુધી 02 બેલેટ યુનિટ  તેમજ 32 થી 47 ઉમેદવારો સુધી 03 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવે છે.

ભારતના ચૂંટણી પંચે દિવ્યાંગ મતદાર અને વરિષ્ઠ વયના મતદારો માટે  વિધાનસભાની આગામી સામાન્દ્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સુલભતા અંગે ચોક્કસ  નિદેશો જારી કર્યા છે. જેમાં મતદાનના દિવસે આવા મતદારોને મતદાન મથક ઉપર રેમ્પ,  પીવાનું પાણી, મતદાનમાં પ્રાથમિકતા, મતદાન મથક પર સહાયક, મતદાન મથક સુધી  આવવા – જવા માટે નિ:શુલ્ક વાહન સુવિધા અને પોસ્ટલ બેલેટ મારફત ઘરે બેઠા  મતદાનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ વર્ગના મતદારો પ્રત્યે ખાસ ધ્યાન  કેન્દ્રિત કરી દિવ્યાંગ મતદારો અને વરિષ્ઠ  વયના મતદારોને મતદાનની પ્રક્રિયામાં કોઇ  અડચણ ન આવે અને તેઓને તમામ સુવિધાઓ/સહાય સુનિશ્ર્વિત કરવાના હેતુથી તાયભશફહ  જ્ઞબતયદિયિ ની નિમણૂંક કરવામાાં આવી છે.

શ્રીમતી પી.ભારતીએ જણાવયુાં હતુાં કે, પ્રત્યેક જિલ્લા માટે અભભયતતશબહય ઘબતયદિયતિ  ની નિમણુંક કરવામાં આવી છે. જે મતદાન કેન્દ્રોની મુલાકાત લઇ ઉપલબ્ધ સુવિધાઓની  સમીક્ષા કરશે. આ તમામ કામગીરીના સંકલન અને દેખરેખ માટે મુખ્ય વનવાંચન  અધિકારી  દ્વારા નિયામક, સમાજ સુરક્ષાને રાજ્ય કક્ષાના નોડલ અધિકારી જાહેર કરવામાં  આવી છે. તેમજ જિલ્લા કક્ષાએ પણ દિગ્યાંગ મતદાર અને વરિષ્ઠ વયના મતદારો માટે,  સ્થળાાંતર કરતા શ્રમિકો માટે મતદાનના દિવસે સુવિધા મળી રહે તે હેતુથી નોડલ  અધિકારીશ્રીઓની પણ નિમણૂંક કરવામાાં આવી છે.

આ સાથે દ્રષ્ટિહિન મતદારોને લાઈનમાં ઊભા રહ્યા વિના મતદાન મથકોમાં પ્રવેશ  માટે પ્રાધાન્ય આપવામાં આવશે. ચૂંટણી સંચાલન નિયમો, 1961ના નિયમ 49-ગની  જોગવાઇઓ મુજબ દ્રષ્ટ્રિહીન  મતદાર સાથે એક સાથીદારને જવાની પરવાનગી આપવામાં  આવી છે. દ્રષ્ટિહીન મતદારોની સુગમતા માટે ઊટખ ના બેલેટ યુનિટ પર બ્રેઇલ ચિહ્ન તથા દરેક મતદાન મથક ઉપર બ્રેઇલ લીપિમાં બેલેટ પેપર ઉપલબ્ધ હોય છે, તેથી મતદાનમાં  સરળતા રહેશે. આ મતદારોને બ્રેઇલમાાં મતદાર માર્ગદશિકા અને મતદાર માહિતી કાપલી  તૈયાર કરી પહોંચાડવામાાં આવશે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓનલાઈન ફરિયાદ માટે બનાવવામાં આવેલા નેશનલ  ગ્રિવન્સીસ રિડ્રેસલ સિસ્ટમ પોટાલ અત્યાર સુધીમાં 2,575 ફદરયાદો મળી છે. તે પૈકી  2,357 ફદરયાદોનો નિકાલ કરવામાાં આવયો છે.

સામાન્ય પ્રકારની ફરિયાદો માટે નાગરિકો અન્દ્ય માધ્યમોનો ઉપયોગ કરી રહ્યાં છે.  નાગરિકોની ફરિયાદો અને સુવિધા માટે મુખ્ય વનવાચન અધિકારીની કચેરી દ્વારા જાહેર  કરવામાં આવેલા કંટ્રોલ રૂમના ફોન નંબર મારફતે અત્યાર સુધીમાં 115 ફરિયાદો મળી છે.  તે તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. આ કચેરીમાં મિડિયા સેલ ઊભો કરીને  ટેલીવિઝન અને સોશિયલ મિડિયા પર દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્રચાર માધ્યમો  પરથી 52 ફરિયાદો મળી છે. જે પૈકી 47 ફરિયાદનો નિકાલ થયો છે. આ કચેરીની ફરિયાદ શાખાને ટપાલ કે ઈ-મેઈલ દ્વારા અત્યાર સુધીમાં 416 ફરિયાદો મળી છે. તે પૈકી 387 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. એમ વિવિધ પ્રકારની કુલ 4,557 ફરિયાદો મળી છે, જેમાંથી 4,291 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો  છે. બાકી રહેલી 266 ફરિયાદોનો નિકાલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.