Abtak Media Google News

સત્તાવાર રિતે આજે ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ રહી છે. ત્યારે ચુંટણી પંચે શુક્રવારે મોડી સાંજે જ તાત્કાલીક અસરથી આચાર સંહિત ઉઠાવી લેવાની જાહેરાત કરી દીધી

ગુજરાત વિધાનસભાની ચુંટણીનું ગત ગુરુવારે પરિણામ આવી ગયું છે.શુક્રવારે મુખ્યમંત્રી પદેથી ભુપેન્દ્રભાઇ પટેલે રાજીનામુ આપતાની સાથે જ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા 14મી વિધાનસભાનું વિસર્જન કરી દેવામાં આવ્યું છે.

Advertisement

 દરમિયાન રાજય ચુંટણી પંચ દ્વારા શુક્રવારે મોડી સાંજે ગુજરાતમાં છેલ્લા 36 દિવસથી અમલમાં રહેલી આદર્શ આચાર સંહિતા તાત્કાલીક અસરથી ઉઠાવી લેવામાં આવી હતી. જો કે બે દિવસ જાહેર રજા હોવાના કારણે સોમવારથી સરકારી કચેરીઓમાં વિકાસ કામોનો ધમધમાટ શરુ થઇ જશે.

કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા ગત 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યુેં હતું.ત્યાં થી જ રાજયમાં આચાર સંહિતા અમલમાં આપી ગઇ હતી.

આજે અર્થાત 10મી ડિસેમ્બરે સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે તેવી ઘોષણા કરવામાં આવી હતી. દરમિયાન ગુરુવારે ચુંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. પરિણામોને પડકારવા માટે એક દિવસનો સમય આપવામાં આવ્યો હતો. કોઇ પરાજીત ઉમેદવારો પરિણામનો પડકાર્યુ ન હોય રાજય ચુંટણી પંચ દ્વારા ગઇકાલે સાંજે તાત્કાલીક અસરથી આચાર સંહિતા ઉઠાવી લેવાની ઘોષણા કરી છે.સત્તાવાર રીતે આજે ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ રહી છે. પરંતુ વિધાનસભાનું વિસર્જન થતાની સાથે જ ચુંટણી પંચે એક દિવસ અગાઉ આચાર સંહિતા ઉઠાવી લીધી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.