Abtak Media Google News

નિમણુંક ન થાય ત્યાં સુધી અદાલતના બહિષ્કારની  ચિમકી

 

જુનાગઢ સેન્ટરમાં બે ડીસ્ટ્રીક કોર્ટ અને બે સિનિયર ડિવિઝનના ન્યાયાધીશોની નિમણૂક ના થાય ત્યાં સુધી જુનાગઢમાં યોજાથી અદાલતનો જુનાગઢ બાર એસોસિયેશન બહિષ્કાર કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

જુનાગઢ બાર એસોના પ્રમુખ ભાવેશ ઝિંઝુવાડીયા અને સેક્રેટરી મનોજ દવેના જણાવ્યા મુજબ જુનાગઢ શહેરની પેન્ડિંગ કેસોની સંખ્યા ખૂબ જ મોટી છે, અને તેની સામે જૂનાગઢમાં કોર્ટની સંખ્યા ઓછી છે. પરિણામે કોર્ટમાંથી કેસોનો નિકાલ સમયસર થઈ શકતો નથી. ત્યારે વિલંબ થી મળતો ન્યાય અન્યાય જ ગણાય. તેવા કાયદાના સૂત્રને ધ્યાને રાખીને જુનાગઢ બાર એસોસિયેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં 9 માસમાં 4 વખત લેખિત રજૂઆત તેમજ જૂનાગઢ યુનિટ જજને  જુનાગઢ ખાતે બે ડીસ્ટ્રીક કોર્ટો તેમજ બે સિનિયર ડિવિઝન જજની નિમણુક કરવા રજૂઆત કરી માંગણી કરાય છે. છતાં પણ જૂનાગઢ બાર એસોસિએશનની માંગણી નહિ સંતોષાતા હવે જ્યાં સુધી જુનાગઢને બે ડિસ્ટ્રિક્ટ કોર્ટ તથા 2 સિનિયર ડિવિઝનના ન્યાયાધીશોની નિમણૂક નહીં થાય ત્યાં સુધી જુનાગઢમાં યોજાતી લોક અદાલતનો જુનાગઢ બાર એસોસિએશન બહિષ્કાર કરશે તેવો નિર્ણય લેવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.