Abtak Media Google News

જૂનાગઢની બહાઉદીન કોલેજના વિદ્યાર્થી દ્વારા ઓનલાઈન પેમેન્ટ અંગે લોકો મનોવલણ સર્વેક્ષણ કરાયું ઓનલાઈન પેમેન્ટની સુવિધાથી થતા ફાયદા, છેતરપીંડી, સુરક્ષીત પાસવર્ડ જેવા વિષય પર પ્રશ્ર્નોતરી કરાઈ

જૂનાગઢની બહાઉદીન સરકારી વિનયન કોલેજના  વિધાર્થી એ ઓનલાઇન પેમેન્ટની સુવિધાથી થતા ફાયદા, છેતરપીંડિ, સુરક્ષિત પાસવર્ડ જેવા વિષય પર પ્રશ્નોતરી કરી લોકોના મનોવલણ સર્વેક્ષણ કર્યું હતું. જેમાં 91.5 ટકા લોકો ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરતી વખતે બેંકની અંગત માહિતી આપતા પહેલા ગંભીર રીતે વિચાર કરે છે તથા 71.6 ટકા  લોકોએ સ્વીકાર્યું કે ઓનલાઈન પેમેન્ટ કરવું સલામત છે   બહાઉદીન સરકારી વિનયન કોલેજના આચાર્ય. ડો. પી. વી. બારસીયા અને  મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ પ્રો. બી. બી. જોશીની પ્રેરણાથી સંશોધન અને વિસ્તરણ વિભાગ હેઠળ મનોવિજ્ઞાનના મદદનીશ અધ્યાપક ડો. ભાવનાબેન ઠુંમરના માર્ગદર્શન હેઠળ કોલેજના વિદ્યાર્થી મેવાડા હાર્દિક દ્વારા ઓનલાઈન પેમેન્ટ પ્રત્યે લોકોના મનોવલણ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.

આધુનિકતાની સાથે સાથે સુખ સુવિધાઓમાં પણ નવી ભરમાર ઉભી થઈ છે. આજકાલ દરેક બાબત ઝડપી અને આધુનિક બનતી જોવા મળે છે. ત્યારે આ દિશામાં નાણાકીય વ્યવહારપણ પાછળ નથી, હવે ડિજિટલ બેન્કિંગ અને ઓનલાઇન પેમેન્ટની નવી સુવિધાઓનું સર્જન થયું છે. સુવિધાની સાથે સલામતીનો પ્રશ્ન પણ ઉભો થયો છે. આ માટે ઓનલાઇન પેમેન્ટ અંગેના લોકોના મનોવલણ જાણવા માટે જૂનાગઢની કોલેજના વિદ્યાર્થી દ્વારા સર્વે કરવામાં આવ્યો છે.

આજના આધુનિક યુગમાં આપણે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. નાણાકીય વ્યવહાર માટે ઓનલાઇન એપ કે યુ.પી.આઈ.નો ઉપયોગ કરીએ છીએ.ત્યારે 141 લોકોને નિદર્શ તરીકે પસંદ કરવામાં આવ્યા  હતા. તેમની પાસેથી ૠજ્ઞજ્ઞલહય ફોર્મ દ્વારા માહિતી મેળવવામાં આવી હતી. જેમાં 66 ટકા  પુરુષો અને 34 ટકા  સ્ત્રીઓએ આ સર્વેમાં સામેલ હતા. આ સર્વેમાં 53.2 % શહેરી તથા 46.8 % ગ્રામ્ય વિસ્તારના લોકો જોડાયા હતા.

દરેક ક્ષેત્રમાં ઓનલાઇન સુવિધા પહોંચી છે.એટલે મોટાભાગની વ્યક્તિઓ ઓનલાઇન પેમેન્ટનો ઉપયોગ કરે છે. આ સર્વે દ્વારા જાણવા મળ્યુંછે કે, 67.4 % લોકો ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરે છે.આથી સમય, સ્થળ અને પૈસાની બચતના કારણે પણ લોકો ઓનલાઈન પેમેન્ટ તરફ વળ્યા હોય તેવું દેખાય છે. સર્વે દરમિયાન ઓનલાઇન પેમેન્ટના વપરાશકર્તા તથા જે વપરાશ કરતા નથી તે બંને જૂથોની નાણાકીય સલામતી અને વ્યવહાર અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં 59.6 % વ્યક્તિઓએ જણાવ્યું હતું કે, તેમને ઓનલાઈન પેમેન્ટ કરતા વધુ નાણાનો વ્યવહાર થવાનું ભય રહેછે.

ઓનલાઇન પેમેન્ટ કરનારની  સલામતી અંગે ખૂબજ હકારાત્મક વલણ જોવા મળ્યું હતું.મોટા ભાગના લોકોએ ઓનલાઈન પેમેન્ટની સલામતીની બાબતમાં હકારમાં જવાબ આપતા જોવા મળ્યા છે. આ સર્વે દરમિયાન  71.6 % લોકોએ સ્વીકાર્યું છે કે, ઓનલાઈન પેમેન્ટ કરવું સલામત છે. 68.1 % લોકોએ નકારમાં જવાબ આપ્યો હતો કે, પોતાની જાણીતી કોઈ વ્યક્તિ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બની નથી. પોતાની અંગત માહિતી કે બેંક સંબંધી માહિતીની ગુપ્તતા જાળવી રાખવી નાણાકીય સલામતી માટે ખૂબ જ જરૂરી છે.ત્યારે ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરતી વખતે બેંકની અંગત માહિતી આપવી પડતી હોય છે, આ સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે, મોટાભાગના 91.5 % લોકો આ પ્રકારની અંગત માહિતી આપતા પહેલા ગંભીર રીતે વિચાર કરે છે.

આ સર્વે દ્વારા એક વાત એ પણ સામે આવી છે કે 62.4 % લોકોને પાસવર્ડ ચોરી થવાનો ભય લાગે છે.ઓનલાઈન પેમેન્ટ સમયે ઘણી વખત ઇન્ટરનેટની સમસ્યા પણ થતી હોય છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે, 77.3 % લોકોને ઇન્ટરનેટની સમસ્યા ઓનલાઇન પેમેન્ટ દરમિયાન થાય છે.ઓનલાઇન પેમેન્ટને કારણે ઘણી સુવિધાઓ મળી છે. ત્યારે એમાંની મુખ્ય સુવિધા સમય અને નાણાંની બચત છે. સર્વે દરમિયાન 91.1 % લોકો એ હકારમાં જવાબ આપ્યો હતો. આમ જૂનાગઢના વિદ્યાર્થી મેવાડા હાર્દિકના સર્વે દરમિયાન જાણવા મળ્યું હતું કે, ઓનલાઇન પેમેન્ટની સુવિધાનો સ્વીકાર લોકો કરે છે. અમુક અંશે સલામતી પણ અનુભવતા  જોવા મળે છે.પરંતુ, વ્યવહાર પૂર્વે પાસવર્ડ કે બેન્કની માહિતી આપતા પહેલા ગંભીર વિચાર કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.