Abtak Media Google News

ભચાઉ : શહેરના નવા બસ સ્ટેશન પાસે જાહેર માર્ગે પર આગના બનાવથી ફાયર વિભાગ દોડતું થયું હતું. નવા બસ સ્ટેશન પાસે આવેલા કચરાંના વાડામાં આજે સવારે અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ નવા બસ સ્ટેશન પાસેના વાડામાં અચાનક આગ લાગતા સુધારાઈની ફાયર ટીમ દ્વારા તુરંત નજીકના ઘટનાસ્ થળે પહોંચી ફાયર ફાઇટર વડે આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

જાહેર માર્ગ પાસે લાગેલી આગ સમયસર કાબૂમાં આવી જતા આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભચાઉના મુખ્ય એસટી માર્ગ પરના બસ મથક પાસે આવેલા કચરાના વાડામાં ઉદભવેલી આગથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે બાદમાં સુધારાઈ હસ્તકના ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાતા લોકોમાં રાહત પહોંચી હતી. આગને કાબૂમાં લેવાની કામગીરીમાં ફાયર મેન પ્રવીણ દાફડા અને કુલદીપ ગંઢેર જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.