Abtak Media Google News

Table of Contents

રાજકોટ:નિરાલી રિસોર્ટ ખાતે આઈ એફ જે ડી દ્વારા  ફેશન શો

“ડિજિટલ વાઇબ્રન્સ’22″માં પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ લોકોને કર્યા મંત્રમુગ્ધ…

 Whatsapp Image 2022 12 18 At 9.57.23 Pm   ફેશન શો તો આપણે ઘણા જોયા હશે પરંતુ આઈ એફ જે ડી દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે રાજકોટના નિરાલી રિસોર્ટ ખાતે આઈ એફ જેડી દ્વારા  ફેશન શો “ડિજિટલ વાઇબ્રન્સ’22″નું આયોજન તા.18 ડિસેમ્બરના આજરોજ કરવામાં આવ્યું છે.ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ઍન્ડ જવેલરીએ રાજકોટના ખ્યાતનામ ઇન્સ્ટિટ્યૂટ માથી એક છે. ઇન્સ્ટિટ્યૂટ આઈ એફ જે ડી દ્વારા આ સાતમો ફેશન શો રાજકોટ ખાતે યોજાયો છે. આ શોમાં આઈ એફ જે ડીના વિધાર્થીઓ દ્વારા ડીઝાઈન કરેલા પોષાકનું અદ્ભુત પ્રદર્શન કઈક અલગ અંદાઝમાં કરવમાં આવ્યુ હતું. ગરમેન્ટ્સની થીમ ડિજીટલ પ્રીન્ટ્સ રાખવામા આવી હતી.Whatsapp Image 2022 12 18 At 9.57.22 Pm

આ ફેશન શો માં વી. ડી. અંધ મહિલા વિકાસ ગૃહની આઠ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ તેમના રેમ્પ વોક દ્વારા લોકોને કર્યા મંત્રમુગ્ધ કર્યા. ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટરના બોસ્કી નથવાણી અને તેની ટીમ દ્વારા દિકરીઓને 15 થી 20 દિવસ સુધી ઘણી જહેમત બાદ મૂશ્કેલીઓને પાર કરીને તેમને પ્રેક્ટિસ આપી હતી જે આજે રંગ લાવી. પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ ખૂબ જ જુસ્સા, ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે રેમ્પ વોક કર્યું હતું. સામાન્ય લોકોની જેમ જ જાણે જીવન સરળ હોય તેવી સ્મિત સાથે પ્રદર્શન કર્યું હતું.પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ માટે ખાસ પેસ્ટલ કલર્સમાં તૈયાર કરાયેલા ગાઉન્સમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેઓએ સ્ટેજ પર એન્ટ્રી કરી કરતા જ શો ને ચાર ચાંદ લગાવ્યા હતા.Whatsapp Image 2022 12 18 At 9.57.21 Pm

ફેશન શોમાં રેમ્પ વોકમાં ભાગ લેનાર જહાનવીએ અબતક દ્વારા જ્યારે પૂછવામાં આવ્યુ કે દરેક સ્ત્રી કે જે તેના સ્વપ્ન પૂરા કરવા માંગે છે પરંતું ક્યાંકને આત્મવિશ્વાસ ન હોવાથી ડગમગી જાય છે તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે “દરેક મહિલા જો પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરે અને તે ધ્યેય પર આગળ વધે છે તો કંઈ પણ કાર્ય મુશ્કેલ નહી લાગે અને કઈ પણ અશક્ય નહિ જણાય. આજે અમારું આ સ્વપ્ન જે રીતે પૂર્ણ થયું છે તે જ રીતે દરેક મહિલાનું થાય. તેણી દશમાં ધોરણમાં અભ્યાસ કરી રહી છે અને સાથે પોતાના સ્વપ્ન પૂર્ણ કરવાની પણ પૂરતી ક્ષમતા ધરાવે છે” તેઓને લોકોનો ખૂબ જ પ્રતિસાદ મળ્યો એટલું જ નહિ આઠ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ સામાન્ય મહિલાઓના જીવન માટે એક પ્રોત્સાહનની જ્યોત બની રહેશે.

ફેશન શૉમાં લેકમે ફેશન શોના મોડેલસ દ્વારા અલગ અલગ થીમ પર અનોખા અંદાજમાં વોક કરવામાં આવ્યું, ટ્રેડિશનલ હોય કે ઈન્ડો વેસ્ટર્ન,  ફેસ્ટિવ હોય કે ઓફીસ કે પાર્ટી દરેક અનોખા પોષાક આઈ એફ જે ડીના વિધાર્થીઓ દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યા હતા કે જેને બખૂબી અલગ અલગ અવતારમાં મોડેલસ  દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યા.એટલું જ નહી એક રાઉન્ડ બાળકોનો પણ રખાયો હતો. તેઓએ નટખટ અંદાઝમાં મોડેલને પણ પાછા પાડી દે તે રીતે રેમ્પ વોક કર્યું હતુ.આ સાથે લાઇવ બેન્ડ પર પણ મોડેલસ એ વોક કર્યું હતું.

Whatsapp Image 2022 12 18 At 9.57.18 Pm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.