Abtak Media Google News

ટીમની આગેવાની હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાનાને સોંપાઈ !!!

બીસીસીઆઈ આવતા વર્ષે દક્ષિણ આફ્રિકામાં યોજાનાર મહિલા ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. હરમનપ્રીત કૌર 15 સભ્યોની ટીમની કેપ્ટન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સ્મૃતિ મંધાના ટીમની વાઇસ કેપ્ટન બનાવવામાં આવી છે. મહિલા ટી20 વર્લ્ડ કપની શરૂઆત આવતા વર્ષે 10 ફેબ્રુઆરીથી ચાલુ થશે ત્યારે તે પૂર્વે ભારતની મહિલા ટીમ દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઇન્ડિઝ સાથે ટ્રાઈ સિરીઝ રમશે .

વિશ્વ કપની સાતો સાત ટ્રાય સિરીઝ માટે પણ બીસીસીઆઈ વુમન્સ કમિટીએ ટીમની જાહેરાત કરી છે. ભારતીય મહિલા ટીમની અનુભવી ફાસ્ટ બોલર શિખા પાંડેને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે શિખાયે ગત 2021 ના ઓક્ટોબર મહિનામાં પોતાનો અંતિમ મેચ રમ્યો હતો પરંતુ કોન્ટ્રોવર્સી ના કારણે તેને ટીમમાંથી પડતી મૂકવામાં આવી હતી. સ્વિમિંગ બોલમાં માહિર એવી 33 વર્ષીય શિખાએ 55 વનડે અને 56 ટી-ટ્વેન્ટી મેચ રમ્યા છે. બીસીસીઆઈ વુમન કમિટીએ લેફ્ટ બોલર અંજલિ સરવાણી એટલું જ નહીં જેમીમાં રોડ ડ્રિંક્સ સહિતના અનેક દુરંધર ખેલાડીઓ ને ટીમમાં સ્થાન આપ્યું છે.

વર્ષ 2023માં યોજાનારા મહિલા ટી20 વિશ્વકપ માટે  ભારતીય ટીમ:

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), રિચા ઘોષ (વિકેટકીપર), જેમિમાહ રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર,અંજલિ શર્વાણી. પૂજા વસ્ત્રકાર, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે.

આફ્રિકા, વેસ્ટઇન્ડિઝ સામેની ટ્રાઈ સિરીઝ માટે ભારતીય મહિલા ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), યાસ્તિકા ભાટિયા (વિકેટ-કીપર), જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાજેશ્વરી ગાયકવાડ, રાધા યાદવ, રેણુકા ઠાકુર, મેઘના સિંહ, અંજલિ શર્વન, સુષમા વર્મા (વિકેટ-કીપર) અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, એસ મેઘના, સ્નેહ રાણા, શિખા પાંડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.