Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

%E0%Aa%Ae%E0%Ab%87%E0%Aa%B7

આજનો દિવસ સાવધાની અને તકેદારીથી ભરેલો છે. જો તમે વ્યવસાયની બાબતમાં થોડું જોખમ લેશો તો મોટો નફો થવાની સંભાવના છે. રોજિંદા કાર્યોથી આગળ કંઈક નવું કરવાનો પ્રયાસ કરો. કેટલાકને અંગત માટે થોડા પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. જો તમે આજે તમારી આર્થિક સ્થિતિ જોશો તો તમારો આજનો દિવસ ખૂબ જ મજબૂત છે. દિવસભર લાભની તકો રહેશે. તો પ્રયત્ન કરતા રહો.

વૃષભ રાશિફળ (Taurus):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B7%E0%Aa%Ad

આજનો દિવસ તમારા માટે લાભદાયક છે. કેટલાક નવા પ્રોજેક્ટ પણ શરૂ થઈ શકે છે. આજે કાર્યમાં પરિવર્તનનો યોગ થઈ રહ્યો છે. તમે બિઝનેસ વધારવા અથવા બદલવા વિશે વિચારી શકો છો. સંપત્તિની બાબતમાં, પરિવાર અને આસપાસના લોકોએ તદ્દન સંતુલિત વર્તન કરવું પડશે. આજે એકંદરે દિવસ અનુકૂળ રહેશે. સાંજ સુધીમાં યોજના મુજબ તમારા કામ પૂર્ણ કરવામાં સંતોષ થશે. આજે કામના સંબંધમાં તમારી વ્યસ્તતા પણ વધારે રહેશે, જેના કારણે તમે માનસિક તણાવ અનુભવશો

મિથુન રાશિફળ (Gemini):

%E0%Aa%Ae%E0%Aa%Bf%E0%Aa%A5%E0%Ab%81%E0%Aa%A8

આજે આ રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયક રહેશે, પરંતુ તમે જે પણ કામ કરશો તે પૂર્ણ આયોજન સાથે કરો. વેપારમાં જોખમ લેવાનું પરિણામ આજે લાભદાયી રહેશે. ધીરજ અને તમારા નરમ વર્તનથી સમસ્યાઓ સુધારી શકાય છે. મુશ્કેલીમાં લોકોને મદદ કરવાથી તમને ફાયદો થશે. સમય સુખી અને શાંતિપૂર્ણ રહેશે. સહજતા અને ધૈર્યથી કામ પૂરાં કરવાથી તમને સફળતા મળશે. સરકારી કાર્યો નિશ્ચિત સમયે જ પૂરાં થશે. આધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં પણ રસ વધશે. સાસરીમાં સંબંધો મધુર બનશે. આ સમયે આવક પ્રમાણે વ્યય વધુ થશે. જેથી બજેટને ટાઈટ રાખજો. બીન જરૂરી વિવાદોથી દૂર રહેજો.

કર્ક રાશિફળ (Cancer):

%E0%Aa%95%E0%Aa%B0%E0%Ab%8D%E0%Aa%95

આજે સર્જનાત્મક બનશો. તમે ગમે તે કામ જોશથી કરો, આજે તમને તેમાં પૂર્ણ સફળતા મળશે. તમારા અધૂરા કામ પૂરા થશે. પરિવારમાં મહત્વની ચર્ચાઓ પણ થશે, ભવિષ્ય માટે યોજનાઓ બનાવવામાં આવશે. વેપારના સ્થળે આજે તમે તમારા વિચારો અનુસાર વાતાવરણ બનાવશો. આજે વ્યવસાયમાં તમારી આવક સામાન્ય કરતા સારી રહેશે. તમને ધાર્મિક કાર્યમાં રસ લાગશે, તમે કોઈપણ મંદિર અથવા ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો.

સિંહ રાશિફળ (Leo):

%E0%Aa%B8%E0%Aa%Bf%E0%Aa%82%E0%Aa%B9

તમે વડીલો અને વરિષ્ઠોનો સહયોગ મેળવી શકશો. વિદ્યાર્થીઓ ઓનલાઇન સ્પર્ધામાં સફળતા મેળવી શકે છે. છેલ્લાં થોડા સમયથી તમે જે સફળતા પ્રાપ્ત કરવા માટે કોશિશ કરી રહ્યા હતાં, આજે તમને તે લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે છે. સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે હળવા-મળવાનું થશે. કામકાજી મહિલાઓ પોતાની જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવી શકે છે. આજે આ રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય છે. ભાગીદારીમાં કરવામાં આવેલો ધંધો મોટો લાભ લાવશે. આજે રોજિંદા ઘરનાં કામો પતાવવાની સુવર્ણ તક છે.

કન્યા રાશિફળ (Virgo):

%E0%Aa%95%E0%Aa%A8%E0%Ab%8D%E0%Aa%Af%E0%Aa%Be

આજે પરસ્પર વાટાઘાટોમાં સાવધાની રાખવી. તમારી આસપાસના લોકો સાથે સંઘર્ષ ના થાય તેની કાળજી લો. કોઈ સારા કામની વાત થઈ શકે છે. જો તમે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માગતા હોવ તો આ તમારા માટે યોગ્ય સમય છે. નસીબમાં વિશ્વાસ રાખો અને આત્મવિશ્વાસ સાથે કાર્ય કરો. આજે મેનેજમેન્ટમાં તમારો પ્રભાવ વધશે. તમે સહકર્મીઓનો સારો સહકાર મેળવી શકશો. તમારી સર્જનાત્મકતા ખીલશે. હાલના સમયમાં સ્વાસ્થ્યને સુધારવા પર ભાર આપો. બીજી વાતો પણ સુધરતી જોવા મળશે.

તુલા રાશિફળ (Libra):

%E0%Aa%A4%E0%Ab%81%E0%Aa%B2%E0%Aa%Be

આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓ તમારા કામમાં અવરોધ લાવવાનો પ્રયત્ન કરશે. પણ સૂર્યદેવની પૂજા કરો, તે તમને મદદ કરશે. ફક્ત તમારા વિરોધીઓ પરેશાન થશે. જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવના છે. આજે આ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવાનું ટાળો. જો તમે કોઈ સફર પર જઈ રહ્યા છો તો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

%E0%Aa%B5%E0%Ab%83%E0%Aa%B6%E0%Ab%8D%E0%Aa%9A%E0%Aa%Bf%E0%Aa%95

ખાવા -પીવામાં બિલકુલ બેદરકાર ના બનો. વેપારની દ્રષ્ટિએ દિવસ આનંદદાયક રહેશે. સાવધાન રહો કેમ કે અચાનક જ કોઈ મુશ્કેલી પણ સામે આવી શકે છે. કામના દબાણના લીધે તમે કોઇ જગ્યાએ ફસાયેલા અનુભવ કરી શકો છો. થોડા લોકો તમારાં કાર્યોમાં વિઘ્ન ઊભું કરવાની કોશિશ કરી શકે છે. ભૂતકાળમાં જે વાતોને લીધે તમને માનસિક તકલીફ થઈ રહી હતી એ વાતોમાં હકારાત્મક અને અપેક્ષા પ્રમાણે પરિવર્તન જોવા મળશે. મનને સમાધાન મળવાથી જીવન સાથે જોડાયેલી દરેક વાતને સુધારવાનો તમે પ્રયત્ન કરશો.

 

ધન રાશિફળ (Sagittarius):

%E0%Aa%A7%E0%Aa%A8

તમે આજે પણ આવા કેટલાક કામ કરી શકો છો જે તમને ખૂબ ગમશે. બિઝનેસ સંબંધિત કેટલીક યોજનાઓ ધ્યાનમાં આવશે અને તમે તેના પર આગળ વધવાનું વિચારશો. કોઈ મિત્ર દ્વારા કોઈ મહત્ત્વપૂર્ણ સમાચાર મળી શકે છે. દિવસ સારો પસાર થશે. યોગ્ય સમયે કરેલાં કાર્યોનું પરિણામ પણ યોગ્ય મળી શકે છે. આર્થિક સ્થિતિ પણ ખૂબ જ સારી રહે તેવી શક્યતાઓ છે.

મકર રાશિફળ (Capricorn):

%E0%Aa%Ae%E0%Aa%95%E0%Aa%B0

કદાચ આજે તમારે પુત્ર અને પુત્રીને લઈને મોટો નિર્ણય લેવો પડશે. પ્રમાણિક બનો અને નિર્ધારિત નિયમોનું પાલન કરો. રૂપિયાને લગતા કોઈપણ પ્રકારના નિર્ણયોને લીધે ફાયદો મળી શકે છે. જૂના વિચારોને છોડીને નવી જીવનશૈલીને અપનાવવાનો પ્રયાસ કરવો પડશે. જીવનમાં આવી રહેલાં ફેરફારને લીધે ઘણી હદ સુધી શાંતિ અનુભવશો. બીજા લોકોની ભાવનાઓને સમજી શકવી કે ઈમોશનલી વાતોને લગતી ગુંચવણ દૂર કરવી તમારી માટે સરળ રહેશે.

કુંભ રાશિફળ (Aquarius):

%E0%Aa%95%E0%Ab%81%E0%Aa%82%E0%Aa%Ad

પારિવારિક જીવનની બાબતમાં દિવસ આનંદદાયક રહેશે, પરસ્પર સહકારથી તણાવ ઓછો થશે. લાગણીઓ પર નિયંત્રણ કરીને તમે કામ પર ધ્યાન આપો. જે બાબતો નિર્ણય કરવો તમને કઠિન લાગતો હતો તેના વિશે તમે વધુ માહિતી એકઠી કરશો. લોકોની અપેક્ષાઓની સાથે પોતાની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાને લીધે જીવનમાં પેદા થતા કોઈપણ પ્રકારનો તણાવ દૂર રહેશે.

મીન રાશિફળ (Pisces):

%E0%Aa%Ae%E0%Ab%80%E0%Aa%A8

પરિવારમાં શાંતિ અને સ્થિરતાનો આનંદ માણો. જો તમે નોકરી અથવા વ્યવસાયમાં કોઈ નવીનતા લાવી શકો તો ભવિષ્યમાં લાભ થશે. દિવસ થોડો મિશ્રિત પ્રભાવ આપનાર રહેશે. બપોર પછી પરિસ્થિતિ પહેલાની જેમ અનુકૂળ થઈ જશે. તમારી યોગ્યતા અને આવડતના સમાજ અને સંબંધીઓ વચ્ચે વખાણ થશે. વિદ્યાર્થીઓને આશા પ્રમાણે પરિણામ મળવાથી રાહત મળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.