Abtak Media Google News

સોમનાથને વંદે ભારત ટ્રેન આપવા વડાપ્રધાન સુધી રજૂઆત

ગુજરાતને પર્યટન અને ઔદ્યોગીક વિકાસમાં વેગવાન બનાવવા સરકાર પ્રતિબદ્વ છે, બૂલેટ ટ્રેનના આ દોરમાં પણ હજુ વિશ્વ પ્રસિદ્વ તીર્થ સ્થળો માટે જાણીતા સૌરાષ્ટ્રને રેલવે તંત્ર હજુ ઓરમાયું ગણતું હોય તેમ રેલ સુવિધા આપવામાં સૌરાષ્ટ્રને અન્યાય થતો હોવાનો વસવસો કાયમી ઉઠતો રહ્યો છે.

વિશ્વ વિખ્યાત શ્રી સોમનાથ મંદિર, જૂનાગઢ, વીરપુર જલારામ, દ્વારકા પીઠ, જેવાં સ્થળો પર આખુ વર્ષ રાજ્ય, આંતર રાજ્ય, અને ગ્લોબલ યાત્રિકો નો ધસારો રહે છે. અહીં નો વેપાર પણ ખુબ આંતર રાજ્ય માં થાય છે. સોમનાથ ની આજુબાજુ નાં વિસ્તાર માં અનેક મોટી ફેક્ટરી આવેલી છે.

અને ખેત ઉત્પાદન પણ વિપુલ પ્રમાણ માં અન્ય રાજ્યો માં જાય છે. ભૂતકાળ માં અહીં થી ખુબ મોટા પ્રમાણ માં ગૂડ્સ ટ્રેનો ચાલતી હતી. જે હાલ મૃતપ્રાય અવસ્થા માં હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણો તપાસવા જોઈએ તેવું રેલવે નાં જ અધિકારીઓ કહી રહ્યા છે. જે વેપાર ને, ખેડૂતો ને, શ્રમજીવીઓને અને રેલવે રેવન્યુ ને ખુબ નુકસાનકારક છે.

સોમનાથ મંદિર થી દિલ્હી, હરિદ્વાર, વારાણસી, અયોધ્યા જેવી લાંબા અંતર ની ટ્રેનો માટે ની માંગણી ઘણાં સમય થી છે. હાલ સોમનાથ મંદિર ટ્રસ્ટનાં ચેરમેન નરેન્દ્ર મોદી છે. તો વંદે ભારત ટ્રેન સોમનાથ – મુંબઈ પણ સૌરાષ્ટ્રને મળે તેવી માંગ ઉઠી છે.

રેલ ટિકિટોનાં કાળાબાઝાર પણ હજુ એટલા જ થઈ રહ્યા છે. સવારે 11 ને 05 મિનિટે તત્કાલ ટિકિટ રિઝર્વેશન બારી પર મળતી ન હોય..!! પણ એજન્ટો ક્ધફર્મ ટિકિટ આજે પણ આપે છે. તેવું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

વેરાવળ સોમનાથ રેલ ઉપભોગતા પ્રતિનિધિ રાજુભાઈ કાનાબાર એ વડાપ્રધાન અને સોમનાથ મંદિરનાં ચેરમેન  નરેન્દ્ર મોદી સાહેબ ને ટ્વિટ દ્વારા વંદેભારત ટ્રેન ની માંગણી કરી છે. અને રેલ સલાહકાર અને દરેક ચેમ્બરનાં પ્રમુખઓને પણ રેલ યાત્રિકો નાં હિત માટે આગળ આવવા આહવાન કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.