Abtak Media Google News

વિશ્વ પ્રસિઘ્ધ સોમનાથ મહાદેવના સાનિઘ્ય 1955થી ઉજવવામાં આવતા કાર્તિકી પુર્ણિમાના પાંચ દિવસીય મેળાનો તા. રરમીએ કલેકટરના એચ.કે. વઢવાણીયાના વરદહસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. લોક સંસ્કૃતિ, આઘ્યાત્મક અને મનોરંજનનો ત્રિવેણી સંગમ જેવા મેળામાં પ્રથમ દિ’થી જ હૈયે હેયુ દળાય તેવી ભીડ ઉમટી પડી હતી.

કલેકટરના હસ્તે ખુલ્લા મુકાયેલા મેળામાં લોક સંસ્કૃતિ, આઘ્યાત્મક, મનોરંજનના ત્રિવેણી સંગમનો લ્હાવો લેવા ભાવિકોમાં ઉત્સાહ

મેળામાં મનોરંજનના સાધનો, ખાણીપીણીના સ્ટોલ, બાળકો માટે રમકડાં, તેમજ અન્ય વેચાણ સ્ટોલ, ઇન્ડેક્ષ-સી વિભાગના હસ્તકલા અને ગૃહઉદ્યોગ જેવા આકર્ષક સ્ટોલ, જેલના કેદીઓના ભજીયાનો સ્ટોલ, સેલ્ફી પોઇન્ટસ, પંચદેવ મંદિર, સોમનાથ એટ 70 પ્રદર્શની, માહિતી સભર સ્ટોલની સાથે પ્રતિદિવસ ખ્યાતનામ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મેળામાં પ્રવેશ માટે બે માર્ગોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પ્રથમ ત્રિવેણી સંગમ પાસે તેમજ દ્વિતીય કલાકેન્દ્ર સામેથી યાત્રીઓ મેળામાં પ્રવેશ કરી શકશે. કાર્તિકી પૂર્ણિમાના મેળાના 05 દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિર રાત્રે 11:00 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. તેમજ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ સોમનાથ મંદિર રાત્રે 01:00 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.

પૂર્ણિમાની રાત્રિએ વિશેષ મહાપૂજા તેમજ મહાઆરતી કરવામાં આવશે. સોમનાથ જ્યોતિર્લિંગના આધ્યસ્થાપક ચંદ્રદેવ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ સોમનાથ જ્યોતિર્લિંગના શિખર પર આવે છે અને પોતાનો શીતળ પ્રકાશ વરસાવે છે. જેને અમૃત વર્ષા યોગ પણ કહેવામાં આવે છે. ચંદ્રદેવ સોમનાથ મહાદેવનો ધ્વજ દંડ અને ત્રિશૂળ તેમજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ એક જ હરોળમાં આવવાથી કાર્તિકી પૂર્ણિમાનો વિશેષ ધાર્મિક મહાત્મય છે. જેને કારણે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાનો મેળો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશ વિદેશમાં પ્રસિદ્ધ થયો છે. ત્યારે મેળાના ભવ્ય અને સુલભ આયોજનમાં જરૂરી સહયોગ કરવા માટે જાહેર જનતાને શ્રી સોમનાથ ટ્રસ્ટ,જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવે છે.

મેળામાં આવનાર માનવ મેદનીને ધ્યાને રાખીને 2 વ્હીલર ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કલાકેન્દ્ર તથા શ્રી રામ મંદિરની સામેના ભાગે આવેલ ખાલી જગ્યામાં કરવામાં આવેલી છે. સાથે જ ફોર વ્હીલ,રીક્ષા સહિતના મોટા વાહનો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ મુખ્ય પાર્કિંગ જે ગૌશાળા સામે આવેલ છે, ત્યા નિયત શુલ્ક સાથે કરવામાં આવશે. શ્રી સોમનાથ મંદિરના મુખ્ય માર્ગને વન-વે કરવામાં આવ્યો છે. તેમજ ત્રિવેણી સંગમથી બાયપાસ તરફ જતો રોડ માત્ર વાહન એક્ઝિટ માટે રાખવામાં આવ્યો છે.  આ ઉપરાંત મેળા ગ્રાઉન્ડમાં સીસીટીવી સીસ્ટમ લગાવવામાં આવી છે.

વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. ફાયર સેફ્ટી માટે તમામ જગ્યાએ ફાયર એકસ્ટીંગ્યુસર બોટલની વ્યવસ્થા તેમજ સ્ટેન્ડબાય ફાયર ટેન્ડર ટીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળામાં ઈલેકટ્રીક સપ્લાય માટે 4 વિશાળ ક્ષમતા વાળા સ્ટેન્ડબાય જનરેટરની વ્યવસ્થા કરાઇ છે. મેળા કાર્યાલય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજમાં પબ્લીક એડ્રેસ સીસ્ટમ ઊભી કરવામાં આવી છે. જેથી માઇક દ્વારા જન સંપર્ક સરળ અને અસરકારક બની શકે. મેળામાં બંદોબસ્ત અને દેખરેખ માટે પોલીસ વોચટાવર, પોલીસ ક્ધટ્રોલ રૂમની વ્યવસ્થા કરાઇ છે.  ઈમરજન્સીના કેસમાં મેળાની ફરતે વ્હીકલ લઈ જઈ શકાય તે માટે પહોળો રસ્તો તૈયાર કરાયો છે. મેળામાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરાઇ છે, તેમજ સ્ત્રીઓ તથા પુરૂષો માટે અલગ અલગ પોઇન્ટ પર યુરીનલની વ્યવસ્થા કરવામાં આવી છે.

દેશ-વિદેશના ભક્તો શ્રી સોમનાથ મંદિર ના ઓફિશિયલ મીડીયા પ્લેટફોર્મ ફેસબુક, યુટ્યુબના માધ્યમો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળી શકશે. સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા લોકો માટે લોકસાહિત્ય, સંગીત અને ભજનો કલાસંગમની ત્રિવેણી રચાશે. પ્રથમ દિવસે સ્થાનીક કલાકારો દિનેશભાઇ ચુડાસમા, નાજાભાઇ ભાદરકા, જીગ્નાશાબેન ચુડાસમા, બિજા દિવસે ઓસમાણભાઇ મીર તથા સાથી વૃંદ, ત્રિજા દિવસે પ્રીયંકાબેન બાસુ, અભિજીતભાઇ રાવ, અલખભાઇ કંસારા, મંગલભાઇ રાઠોડ ચોથા દિવસે અપેક્ષાબેન પંડ્યા, પાંચમા દિવસે માયાભાઇ આહિર તથા જાહલબેન આહિર કાર્તિકી મેળામાં સ્વરવંદના કરશે.

આમ સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં પધારતા લોકોને સુરક્ષિત, સુલભ અને આનંદસભર વાતાવરણ મળે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર તેમજ નગર સેવા સદનના સહયોગથી તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. જેથી મેળામા સેહલાણીઓને કોઈપણ તકલીફ ન પડે. મેળા દરમિયાન ફરજ પરના કર્મચારીઓને સહયોગ કરવા યાત્રિકોને અનુરોધ કરવામાં આવે છ.

સોમનાથ કાર્તિકી મેળમાં રાજકોટ મધયસ્થ જેલના ગરમા-ગરમ ભજીયાં લોકોની દાઢે વળગ્યાં

ભારત બાર જયોર્તિલિંગ પ્રથમ સોમનાથ મહાદેવ કાર્તિક પૂર્ણિમાના મેળામાં મેળા રસિકોને રાજકોટ મધ્યસ્થ જેઇલના પાકા કામના બંદીવાન કેદીઓ દ્વારા બનતા ગરમા-ગરમ ચટાકેદાર મસાલાસભર ભજીયાં મેળા મુલાકાતીઓ માટે અનેરું આર્કપણ બન્યાં છે. રાજય જેઈલ અધિક પોલિસ મહાનિર્દેશક ડોકટર કે.એલ.રાવ- અમદાવાદના માર્ગદર્શન અનુસાર રાજકોટ જેઇલ સુપ્રી.એન.એસ લુહાર તેમજ જેઇલ ઉદ્યોગ ફેંટરી મેનેજર સી.એમ.પરમાર, જેલર અમીત પાડલીયાન માર્ગદર્શન- સંચાલન તળે સોમનાથના મેળામાં 14 બંદીજનો અને કર્મચારીઓ આ સ્ટોલ ઉપર કાર્યરત છે.

આ સ્ટોલમાં  હાથકડી પહેરા વગર આ બંદીજનો સામાન્ય સ્ટોલવાળાઓની જેમજ ગરમાગરમ ભજીયા બનાવતા, વહેંચતા અને બનાવવા માટે ચણાના લોટનો પીંડો બનાવતા કે ઝીણી-ઝીણી મેથીની ભાજીના પાનને સમારતા કે ગ્રાહકોને તૈયર ભજીયાના પડીકા બાંધતાં કે વિશાળ કડકડતા તેલના કડામાં ભજીયા તળતા આ બધા ય હાલ સજા ભોગવી રહેલ પાકા કામના કેદીઓ છે. આમ છતાં કોઇ તે સ્થળે લાવવાનો ગેરલાભ લઇને ભાગતું નથી. આવું આપણે બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મના યુગમાં વ્હી શાંતારામની ફિલ્મમા જોયુ હતું. પણ તે તો ફિલ્મ હતી ત્યારે અહીં આપણે રૂબરૂ જીવંત વિશ્વાસની ઘટના જોઇએ છીએ. રાજકોટ જેઈલ ફેકટરી મેનેજર સી.એમ.પરમાર કહે છે.

આ સ્ટોલમાં શુધ્ધ કવોલીટી તેલ, સારું બેસન, તાજા મેથી-મરચાં-ધાણા ગરમ-મસાલા સાથે ગુણવતા યુકત ભજીયાં લોકોને પીરસાય છે. આ વરસે અમો ભજીયાં બનાવવાનું મશીન પણ લાવ્યા છીએ જેમાં બેસન કણક બાંધીને મુકી દેવાય તો એક-એક ક્ષણે એકી સાથે પંદર ભજીયાં તવામાં બનવા પડે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.