Abtak Media Google News

ભગવાન સોમનાથ દાદાની ભૂમિ ઉપર એક એવું શાક થાય છે કે જે જે સ્વાદમાં દાઢે વળગે છે. અને આ પ્રદેશની ઓળખ બને છે.એ શાક એટલે પાંદડી પાંદડીનો આકાર અર્ધચંન્દ્રકાર હોય છે તેના બે પડ વચ્ચે સફેદ રેષાઓના કવચથી વાલના બે થી ત્રણ દાણા હોય છે.

સોમનાથ, પ્રભાસ પાટણના શાક બજારમાં શિયાળુ શિરમોરસમું અને ઉંઘીયાનો જીગરજાન દોસ્ત: પાંદડીનું આગમન

પાંદડી શામ બનાવતા પહેલા નખથી ફોલવી પડે આ માટે પહેલા ચપટીથી પકડી પછી નખવાળી આંગળીથી તેના સફેદ રેસા કાઢી તેમાં બીડાયેલા વાલ દાણા અને પાંદડીના લીલા પાન સમારી એકઠાં કરાય છે. અને તેને રીંગણા સાથે કે ઉંધીયામાં નાખી શાક બનાવાય છે.

રાઇ મેથીના વધાર સાથે તજ, લીમડો, ગરમ મસાલા, હળદર, મીઠુ, મરચુ અને તેલ રસતરબોળ શાક સ્નેહથી બનતું હોય અને તે પણ માત્ર શિયાળાની જ રૂતુમાં ત્યારે સૌ કોઇ જમવાનો સમય કયારે થાય છે તેની રાહ જોવાતી હોય છે.

રંગબેરંગી લાલ પીળી રંગોળી જેવું બનેલું એ શાક ઉપર ઝીણી ઝીણી સમારેલી કોથમીરનો ભૂકો ભરભરાવી માત્ર જોઇને જ પેટ ભરાય જાય આ શાકમાં ચણાના લોટની ઢોળકી નાખો તો ઔર રંગત આવે આ પાંદડી પ્રભાસ પાટણના વરસો જુના વતનીઓ જયારે જયારે પ્રભાસ પાટણ આવે છે ત્યારે ત્યારે અહીંથી ફોલેલી પાંદડી મુંબઇ, અમદાવાદ લઇ જાય છે. અગર કોઇની સાથે મંગાવે છે.

હાલ આ પાંદડીનો ભાવ 100 ગ્રામના 30 રૂપિયા છે. પાંદડી એક એવું શાક છે કે જે ફકત દરિયાઇ પટ્ટીના ખેતરોમાં જ ઉગે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.