Abtak Media Google News

સરકારના આદેશ અનુસાર લાખો સબસ્ક્રાઇબર્સ ધરાવતી તેમજ ખોટા અને દેશ વિરૂદ્ધના સમાચારો ફેલાવતી ચેનલો પ્રતિબંધિત કરાઈ. સૂચના અને પ્રસારણ મંત્રાલયના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે 6 જેટલી યુટ્યુબ ચેનલો પર ભ્રામક માહિતી ફેલાવવાના દોષ હેઠળ તમામ ચેનલો છ ચેનલો પ્રતિબંધિત કરવામાં આવી છે. દેશ વિરૂદ્ધના ખોટા સમાચારો ફેલાવતી આ યુટ્યુબ ચેનલો લગભગ 20 લાખ જેટલા ફોલોઅર્સ ધરાવે છે.

મળતી માહિતી મુજબ સૂચના અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (પીઆઈબી)ના ફેક્ટચેક યુનિટે જણાવ્યું હતું કે, ખોટા સમાચાર ફેલાવતી તમામ યુટ્યુબ ચેનલો સંકલિત રીતે કામ કરી રહી છે ,અને દેશ વિરૂદ્ધ ખોટી માહિતી ફેલાવી રહી છે. તેમના વીડિયોને 51 કરોડથી વધુ વખત જોવામાં આવ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, યુ-ટ્યુબ ચેનલો ચૂંટણી, સુપ્રીમ કોર્ટ અને સંસદની કાર્યવાહી અને સરકારની કામગીરી વિશે ફેક ન્યૂઝ ફેલાવી રહી હોવાનું ધ્યાન પર આવ્યું છે.

નંબર ચેનલસબસ્ક્રાઇબર્સ 
1નેશન ટીવી5.57 લાખ
2સંવાદ ટીવી10.9 લાખ
3સરોકાર ભારત21,100
4નેશન2425,400
5સ્વર્ણિમ ભારત6,070
6સંવાદ સમાચાર3.48 લાખ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.