Abtak Media Google News

‘અબતક’ની મુલાકાતમાં એન્ડયુરંસ રાઈડસની વિગતો આપતા શિવદતસિંહ જાડેજા

રાજકોટ નજીકના ઈશ્વરીયા ગામના પાદરમાં કાલે સવારના પહોરમાં   ઘોડાઓની હણહણાટીથી  વાતાવરણ ગુંજી ઉઠશે. સૌરાષ્ટ્ર સૌ પ્રથમ વાર અશ્વની મેરેથોન એટલેકે એન્ડયુરંસ રાઈડસનું આયોજન કરવામાં આવ્યું છે.

અબતકની મુલાકાતે આવેલા  ઈન્ડીજીનીયર્સ હોર્સ એસો. ગુજરાત અને  હાલાર ર્સ્ટડ ફાર્મના શિવદ્તસિહ જાડેજાએ આ પહેલા  અશ્વ મેરેથોન  જેવી  ઈવેન્ટની  વિગતો આપતા જણાવ્યું કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે પણ  ઘોડેશ્વરી અને અશ્ર્ન પાલનની   પ્રવૃત્તિ હયાત રહી છે. અને  હજારો  લોકો અશ્વ સાથે જોડાયેલા છે.અશ્વ પાલનની પ્રવૃત્તિ અને  એડવેન્ચરને પ્રોત્સાહીત  કરવાના ભાગ રૂપે કાલે 17 જાન્યુ.એ  અશ્વની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ નજીક રેડ વુડ ઇન્ડસ્ટ્રીઝ પાછળ હાલાર સ્ટડ ફાર્મ ખાતે યોજાનાર આ 30 કિલોમીટરની આએન્ડ્યુરન્સ રાઇડમાં ભાગ લેવા ઇચ્છા ધરાવનાર અશ્વસ્વારોનું આજે સાંજ સુધી રજીસ્ટ્રેશન તેમજ અશ્વોનું મેડીકલ ચેકઅપ સહિતની કામગીરી કરવામાં આવશે અને – આવતીકાલે તા 17 જાન્યુઆરી સવારે 5:30 કલાકે એન્ડ્યુરન્સ રાઇડ શરુ થશે જે સાંજે 4 વાગ્યે પૂર્ણ થયા બાદ વિજેતાઓને ઇનામ આપવામાં આવશે.

એન્ડ્યુરન્સ રાઇડએ લાંબા અંતરની હોર્સ રાઇડીંગની એક રમત છે . જો એફઇઆઇ દ્વારા માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાંની એક છે . વિશ્વભરમાં એન્ડ્યુરન્સ હોર્સ રાઈડીંગનું આયોજન કરવામાં આવે છે અને તે તે એક દિવસીય સ્પર્ધા માટે જ 160 કિમીથી વધુ અંતર કાપવાનું હોય છે . એન્ડ્યુરન્સ રાઇડ માટે ધોડાઓ સંપૂર્ણ રીતે પ્રશિક્ષિત અને સ્વસ્થ હોવા જોઈએ રાઇડને પૂર્ણ કરવા માટે જ નહીં , પણ ટોપ – ટેનિંગ કરવા માટે પણ વધુ સક્ષમ ધોડા જ આ રેસમાં ભાગ લઇ શકે છે.

આ રેસમાં એક દિવસ માં 30 થી લઇ 80 થી 160 કિલોમીટર સુધીની રાઇડ હોય છે જેમાં કુદરતી ભૂપ્રદેશનો માર્ગ પાર કરી આ રેસ પૂરી કરવામાં આવે છે . નવા રાઇડર્સ અથવા જેમની પાસે લાંબી સવારી માટે યોગ્ય ફિટનેસ વાળો ઘોડો ન હોય તેવા લોકો માટે પણ ટૂંકી તાલીમ રાઇડ રાખવામાં આવે છે.વધુ માહિતી માટે અને રજીસ્ટ્રેશન માટે 8154096797 સંપર્ક કરવા  ં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.