Abtak Media Google News

જવાબદારી સંભાળ્યાની ગણતરીની મિનિટોમાં ૭૦થી વધુ અરજીઓનો નિકાલ: ૧.૫૦ કરોડ મંજૂર

ગુજરાત પછાત વર્ગ નિગમના નવનિયુકત ચેરમેન નરેન્દ્ર સોલંકીએ ‘અબતક’ સાથેની મુલાકાત દરમિયાન જ્ઞાતિના ભોગે વ્યક્તિગત રાજકારણ ન થવું જોઈએ તેવો મત વ્યકત કર્યો હતો.

નિગમની જવાબદારી સંભાળ્યા બાદ જ નરેન્દ્ર સોલંકીએ ૭૦ મીનીટમાં ૭૦ અરજીઓનો નિકાલ કરી ૧૫૦ કરોડ મંજૂર કર્યા હોવાનું કહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, લાભાર્થીઓને સહાય આરટીજીએસના માધ્યમથી ઝડપથી મળે તે નિર્ધારિત કરવામાં આવ્યું છે. આગામી ૧ મહિનામાં ૯૪ અરજીઓનો નિકાલ કરવાની કટીબધ્ધતા પણ તેમણે દર્શાવી હતી.

તેમણે કહ્યું હતું કે, આપાગીગાના ઓટલે તો હું માત્ર એક નીમીત છું, મારો વિષય જ સેવાનો છે. જ્ઞાતિ-જાતિનો ભેદ રાખતો નથી, ગરીબની કોઈ જ્ઞાતિ-જાતિ હોતી નથી, ઓબીસી વર્ગને વધુને વધુ ફાયદો થાય તે જરૂરી છે. મારે જવાબદારીને રાજકારણથી ઉપર ઉઠીને નિભાવવાની છે.

તેમણે અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીના સંદર્ભે કહ્યું હતું કે, સંગઠનને બનાવવું આવશ્યક છે પરંતુ સંગઠનને કઈ દિશામાં વાળવું તે નેતાની જવાબદારી હોય છે. જ્ઞાતિના ભોગે વ્યક્તિગત રાજકારણ ખેલાવું જોઈએ નહીં. અન્ય સમાજને તકલીફો ઉભી કરવી તે યોગ્ય નથી. તેમણે ચૂંટણી અંગે કહ્યું હતું કે, ચૂંટણીનો અંદાજ હંમેશા ત્રણ તબકકામાં આવે છે. પ્રજાની નાડ કયારેય પારખી શકાતી નથી. હવે લોકો જાગૃત થયા છે. લોકો પાસે વિચારધારા છે, લોકો સમજીને મતદાન કરે છે.

તમામ સામાજિક અને રાજકીય નેતાઓની અલગ અલગ વિચારધારા હોય છે, નૈતિક જવાબદારી હોય છે, યોગ્ય રજૂઆત યોગ્ય સ્તરે થાય તો કામનો નિકાલ થાય છે. તેમણે નિગમના કામ અંગે કહ્યું કે, અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ ફાળવવામાં આવશે. દર દસથી પંદર દિવસે મીટીંગ બોલાવી કામનો નિકાલ કરાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.