પદ્માવતી ફિલ્મને લઈને મેકર્સે કરી મહત્વની જાહેરાત….

padmavati | deepika padukone | shahid kapoor | sanjay leela bhansali
padmavati | deepika padukone | shahid kapoor | sanjay leela bhansali

સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવતીને લઈને એક મહત્વની ખબર સામે આવી રહી છે. દર્શકો તરફથી મળી રહેલાં સારા રિસ્પોન્સને જોઇને ફિલ્મ પદ્માવતી ૩Dમાં દર્શકોની સામે આવશે. આ પ્રસ્તાવને પેરામાંઉંટ પિક્ચર્સએ ફિલ્મનું ટ્રેલર જોયા બાદ વાયાકોમ ૧૮ આપ્યું છે જેના બોર્ડના સદસ્ય ભંસાલી છે. આ દિવસોમાં પદ્માવતીનું સોંગ ઘૂમર દર્શકોને ઘણું જ ગમી રહ્યું છે સાથે ફિલ્મના ટ્રેલરને પણ ઘણું પસંદ આવી રહ્યું છે. ફિલ્મના નિર્માતાઓના પ્રમાણે ૩Dમાં ફિલ્મ રીલીઝ કરવાથી દર્શકો તેનો બમણો લાભ ઉઠાવી શકશે. ફિલ્મને ૩Dમાં પરિવર્તિત કરવા માટે હોલીવુડ તેક્નીશીયંસની મદદ લેવામાં આવશે. સાથે જ આ ફિલ્મને તમિલ અને તેલુગુ ભાષામાં દબ કરવામાં આવશે.

આ ફિલ્મનું પ્રમોશન ૩૦ ઓક્ટોમ્બરથી શરૂ કરવામાં આવશે. સાથે જ શહીદ અને દીપિકા જલ્દી જ સલમાન ખાનના શો બીગ બોસમાં જોવા મળશે. આ ફિલ્મ ૧ ડિસેમ્બરે રીલીઝ થશે