Abtak Media Google News

રૂ 1ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 3,112થી રૂ. 3,276 નક્કી કરાય

અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ  27 જાન્યુઆરી, 2023ને શુક્રવારે એની ફર્ધર પબ્લિક ઓફરિંગ  રજૂ કરશે, જે અંતર્ગત આંશિક ચુકવણીના આધારે કુલ રૂ. 20,000 કરોડના ઇક્વિટી શેર ઇશ્યૂ થશે.

એફપીઓ  ઇક્વિટી શેરના સંબંધમાં ફૂલ સબસ્ક્રિપ્શન અને ફાળવણી તથા તમામ કોલ મનીની પ્રાપ્તની ધારણા પર

એેફપીઓમાં ફ્રેશ ઇશ્યૂ (ઓફર)ની રીતે એફપીઓ  ઇક્વિટી શેરદીઠ કિંમત (પ્રીમિયમ સહિત) માટે કંપનીના પેઇડ-અપ ઇક્વિટી શેર (એફપીઓ  ઇક્વિટી શેર) સામેલ છે, જે દરેકની ફેસ વેલ્યુ રૂા. 1 છે. આ ઓફરમાં ઓફર પછી પેઇડ-અપ ઇક્વિટી મૂડીના મહત્તમ 5 ટકા લાયકાત ધરાવતા કર્મચારીઓ (એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન) દ્વારા સબસ્ક્રિપ્શન માટે રૂ. 50 સુધીના કુલ એફપીઓ  ઇક્વિટી શેરનું રિઝર્વેશન સામેલ છે.

ઓફરના રિટેઇલ પોર્શનમાં બીડીંગ કરતાં રિટેઇલ ઇન્ડિવિડ્યુઅલ બીડર્સને પ્રતિ એફપીઓ ઇક્વિટી શેર ઉપર રૂ. 64નું ડિસ્કાઉન્ટ ઓફર થયું છે એફપીઓ  ઓફર માટે પ્રાઇસ બેન્ડ એફપીઓ  ઇક્વિટી શેરદીઠ રૂ. 3,112થી રૂ 3,276ની રેન્જમાં નક્કી થયું છે. બિડ લઘુતમ 4 એફપીઓ  ઇક્વિટી શેર માટે અને પછી 4 એફપીઓ  ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખથી એક ચાલુ દિવસ હશે. એફપીઓ  ઓફર 31 જાન્યુઆરી, 2023ને મંગળવારે બંધ થશે.

યુપીઆઈ મેન્ડેટની અંતિમ તારીખ અને સમય બિડ/ઓફર બંધ થવાની તારીખ પર સાંજના 5.00 વાગ્યા હશે.  રિટેલ રોકાણકારો માટે ઓફરનો રિટેલ હિસ્સો એફપીઓ  ઇક્વિટી શેરદીઠ રૂ 64ના ડિસ્કાઉન્ટ પર હશે અને આ પ્રકારનાં ડિસ્કાઉન્ટને 18 જાન્યુઆરી, 2023ના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (આરએચપી)નો ભાગ ગણવામાં આવશે અને આરએચપી સાથે વાંચવું જોઈએ.

અદાણી એન્ટરપ્રાઇઝીસ એફપીઓ ની કુલ આવકમાંથી રૂ. 10,869 કરોડનો ઉપયોગ ચોક્કસ ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમના પ્રોજેક્ટના સંબંધમાં એની કેટલીક પેટાકંપનીઓની મૂડીગત ખર્ચની જરૂરિયાતને પૂર્ણ કરવા, હાલના ચોક્કસ એરપોર્ટ પર સુવિધાઓ સુધારવાના કામ માટે અને ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેનું નિર્માણ કરવા ફંડની જરૂરિયાત પૂર્ણ કરવા માટેનો આશય ધરાવે છે.

અદાણી એન્ટરપ્રાઇઝીસે કંપની અને એની ત્રણ પેટા કંપનીઓ – અદાણી એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડ, અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ અને મુન્દ્રા સોલાર લિમિટેડના ચોક્કસ ઋણને સંપૂર્ણપણે કે આંશિક રીતે પુન:ચુકવવા રૂ. 4,165નો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. બાકીની રકમનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ કામગીરી માટે થશે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ મારફતે ઓફર થયેલા એફપીઓ  ઇક્વિટી શેરનું લિસ્ટિંગ સ્ટોક એક્સચેન્જીસ પર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.