Abtak Media Google News

Business News

જન સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ (બેંક અથવા જન એસએફબી) રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર્સનો તેનો આઈપીઓ બુધવાર, 7 ફેબ્રુઆરી, ના રોજ ખોલશે.

એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ મંગળવાર, 6 ફેબ્રુઆરી રહેશે. ઓફર બુધવાર, 7 ફેબ્રુઆરી, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને શુક્રવાર, 9  2024ના રોજ બંધ થશે.

ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 393થી રૂ. 414 પર નક્કી કરવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 36 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 36 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.

બેંક પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ માટે એડજસ્ટ કર્યા બાદરૂ. 4,620 મિલિયનના મૂલ્યના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ (ફ્રેશ ઇશ્યૂ) અને સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા 26,08,629 ઇક્વિટી શેર્સ સુધીની વેચાણની ઓફર (વેચાણ માટેની ઓફર) (સાથે મળીને ઓફર) નો સમાવેશ કરતા આઈપીઓ દ્વારા ફંડ્સ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. ઓફરમાં લાયક ઠરેલા કર્મચારીઓ (એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન) દ્વારા સબ્સ્ક્રીપ્શન માટે રૂ. 135 મિલિયન સુધીના રિઝર્વેશનનો સમાવેશ થાય છે.

બેંક ફ્રેશ ઇશ્યૂથી મળનારી ચોખ્ખી આવકનો ઉપયોગ બેંકની ભવિષ્યની મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા માટે બેંકની ટિયર-1 કેપિટલ બેઝને વધારવા, તેની ટિયર-1 કેપિટલ તથા સીઆરએઆર વધારવા માટે કરવાની દરખાસ્ત કરે છે. આ ઉપરાંત ફ્રેશ ઇશ્યૂથી મળનારી આવકનો ઉપયોગ ઓફરના સંદર્ભમાં ખર્ચને પહોંચી વળવા માટે પણ કરવામાં આવશે (ઇશ્યૂનો હેતુ).

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.