Abtak Media Google News

વિશ્વમાં અબજો લોકો WhatsApp સાથે સંકળાયેલા છે. WhatsApp પોતાના અવનવા અને આકર્ષક ફીચર દ્વારા પોતાના યુઝર્સને હંમેશા આકર્ષતું હોય છે. ત્યારે  ફરી એક વખત WhatsApp નવું ફીચર લોન્ચ કરવા જઈ રહી છે જેમાં હવે તમે ફોટો અને વીડીયો ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકશો. પહેલા આપણે ફક્ત કોમ્પ્યુટર મારફતે જ કોઈ પણ ડોક્યુમેન્ટ, ફોટો અથવા વીડીયો ડ્રેગ એન્ડ  ડ્રોપ કરી શકતા પરંતુ હવે WhatsApp મારફતે પણ આ શક્ય બનશે.

Ww 1674216357

Whatsapp પર તમને મોસ્ટ અવેટેડ ફીચર જોવા માટે મળી શકે છે. તેના પછી વોટ્સએપ યુઝર તમારા મિત્રો અને ફેમિલી સાથે ઓરિજિન ક્‍વાલિટીનો ફોટો શેર કરો.  WABetaInfoએ જણાવ્યું હતું કે, આ નવા ફીચરની મદદથી યૂઝર્સ તેઓની વ્હોટ્સએપ ચેટમાં અન્ય એપ્લિકેશન્સમાંથી વીડિયોઝ, ફોટોઝ અને ડોક્યુમેન્ટ્સ ડ્રેગ અને ડ્રોપ કરીને લાવી શકશે અને તેને બીજા યૂઝર્સને સેન્ડ કરી શકશે. આ ફીચરને સમજાવવા માટે વેબસાઇટે એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.

WaBetaInfo એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ ફીચર સાથે જોડાયેલી એક પોસ્ટ શેર કરી છે. આમાં ફોટો ક્વોલિટી માટે ડ્રોઈંગ ટૂલ હેડરમાં એક નવું સેટિંગ આઈકોન છે, જેમાં વોટ્સએપ યુઝર્સને ઓરિજિનલ ક્વોલિટી સાથે ફોટો શેર કરવાનો વિકલ્પ મળશે. હાલમાં વોટ્સએપના આ ફીચર પર કામ ચાલી રહ્યું છે. આ અપડેટ કેટલાક iPhone વપરાશકર્તાઓ સુધી પહોંચવાનું શરૂ કરી દીધું છે અને ટૂંક સમયમાં બધા વપરાશકર્તાઓ માટે રોલ આઉટ થવાની અપેક્ષા છે..

થોડા સમય પહેલા જ શરુ કર્યા’તા અવનવા ફીચર

WhatsApp થોડા સમય પહેલા જ કમ્યુનીટી ફીચર, ડીલીટ મેસેજ UNDO ફીચર, મેસેજ યોર સેલ્ફ ફીચર લોન્ચ કરવામાં આવ્યો તો જેનાથી યુઝર્સ વધુ આકર્ષિત થયા હતા. WhatsApp દ્વારા લોન્ચ કરવામાં આવતા કોઈ પણ ફીચર યુઝર્સને આકર્ષવા માટે અને મનોરંજક પ્લેટફોર્મ બનવવા માટે લોન્ચ કરવામાં આવતા હોય છે ત્યારે આ ડ્રેગ એન્ડ ડ્રોપ ફીચર દ્વારા હવે યુઝર્સ હાઈ ક્વોલીટીમાં ફોટા અને વીડીયો મોકલી શકશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.