Abtak Media Google News

ગાંધીનગરથી સાયબર ક્રાઈમની ટ્રેનીંગ પુરી કરી પરત ફરતી વેળાએ  કાર ડીવાઈડરમાં અથડાતા કાળનો કોળીયો બન્યા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી- રાજકોટ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો. જેમાં સાયલા નજીક ડિવાઈડર સાથે કાર અથડાતા આ અકસ્માત થયો હતો. જેમાં પીએસઆઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જૂનાગઢના એ ડીવીઝનના પી.એસ.આઈ. એ.કે પરમારનું અકસ્માતમાં મોત થતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ છે.

આ અંગેની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતાનુસાર જૂનાગઢ પીએસઆઇ એ.કે.પરમાર સાયબર ક્રાઈમની ટ્રેનિંગ પૂરી કરીને ગાંધીનગરથી કારમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પાસે કારનો અકસ્માત થયો છે. સાયલા નજીક ડિવાઈડર સાથે કાર અથડાતા પીએસઆઈ નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જેમાં જૂનાગઢના એ ડીવીઝનના પી.એસ.આઈ.એ.કે પરમારનું નિધન થતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.