Abtak Media Google News

નર્મદા જિલ્લામાં અદાણી ફાઉન્ડેશન અને અદાણી વિલમર કંપનીના સંયુકત પ્રયાસથી સુપોષણ કાર્યક્રમની શરૂઆત તારીખ 1 જુલાઇ 2018 ના રોજ કરવામાં આવી હતી. આ સુપોષણ પ્રોજેકટ આખા ભારત દેશમાં 20 જેટલા વિસ્તારોમાં ચાલી રહયો છે. આ પ્રોજેકટ અંતર્ગત અત્યાર સુધી પાંચ વર્ષથી નીચેના 42000થી વધુ બાળકોને લાભ આપ્યો છે.

સરકારી વિભાગના સહયોગ અને સંકલનમાં અનેક સંસ્થા કામ કરે છે. જ્યારથી નિતિ આયોગ દ્વારા ગુજરાત રાજયના નર્મદા જિલ્લાને અતાશફિશિંજ્ઞક્ષફહ મશતિશિંભિં તરીકે જાહેર કરવામાં આવ્યો એ પછી ગુજરાત સરકાર અને અદાણી ફાઉન્ડેશન સાથે રહીને નર્મદા જીલ્લામાં સુપોષણ પ્રોજેકટનું ખઘઞ કરીને સાથે રહીને અસરકારક અમલીકરણ કરી રહયા છે. સુપોષણ પ્રોજેકટ અંતર્ગત કુપોષણ અને એનિમિયાને અટકાવવા વિવિધ જાગૃતિ લક્ષી કામગીરી હાથ ધરવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા નર્મદા જિલ્લાના પાંચ તાલુકાના 500થી વધુ ગામમાં આ જ જિલ્લાની 215 બહેનો સુપોષણ સંગીની તરીકે સઘન કામગીરી કરી રહી છે. આ બહેનોની ગામમાં આગવી ઓળખ ઉભી થાય તે હેતુથી તેઓને ટેબલેટ, વજન અને ઊંચાઇના સાધનો, સલાહ માર્ગદર્શન માટે ચિત્રો સાથે પોષણ અને સ્વાસ્થ્ય વિષયક સરળ ભાષામાં સમજ આપીશકે તેવું ઈંઊઈ મટીરીયલ તેમની સાથે હોય છે.

અત્યાર સુધી નર્મદા જીલ્લામાં 42405 બાળકોને પોષણના વિવિધ માપદંડના આધારે ચકસ્યા છે. એ પૈકી 3000થી વધુ બાળકો અતિકૂપોષિત મળી આવ્યા છે. એ 3000 પૈકી પણ 1600 જેટલા બાળકોને તો બાળ સંજીવની કેન્દ્રમાં વધુ દેખરેખ અને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી 23086 બાળકોને કુપોષણમાથી સ્વસ્થ થયા છે. આ પરિણામો સરકારના, આઇસીડીએસ, આરોગ્ય સમુદાયના સહિયારા પ્રયત્નોને આભારી છે.

આજે નર્મદા જીલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં આવ્યું છે એ એકતા નગર ખાતે સરકારી અધિકારીઓ, અદાણી વિલમર, અદાણી ફાઉન્ડેશનના અધિકારીઓ અને પત્રકારોની હાજરીમાં એક વર્કશોપ દરમિયાન નર્મદા જીલ્લામાં ચાલતા સુપોષણ પ્રોજેકટની વિગતો આપી હતી. જિલ્લા પોલીસ વડા આઇપીએસ પ્રશાંત સુંબે, આઇસીડીએસના ક્રિષ્ના પટેલ, સીડીએચઓ કેવડીયા ડો.માધક, અદાણી ફાઉન્ડેશનના હેલ્થ એન્ડ ન્યુટ્રિશિન હેડ ડો.નીલેશ યાદવ, સુપોષણ પ્રોજેક્ટ નર્મદાના ઇન્ચાર્જ શીતલ પટેલ જેવા અનેક મહાનુભાવો હાજર રહીને વિગતો આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.