Abtak Media Google News

રાજકોટ સહિતસમગ્ર સૌરાષ્ટ્ર ને ગુજરાતમાં કેળવણી સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જાણીતી ધોળકિયા સ્કૂલ દ્વારા પ્રજાસત્તાક પર્વ થી ચાર દિવસ સુધીનો બિઝનેસ ફેર નું આયોજન કરવામાં આવ્યું છે અબ તકની મુલાકાતે આવેલા ટ્રસ્ટી જીતુભાઈ ધોળકિયા ,પ્રિન્સિપાલ હિતેશભાઈ કોટેચા, રાહુલભાઈ રાવલ, શાલીનભાઈ રાવરાણી અને જોબ ફેરમાં જોડાયેલા વિદ્યાર્થી આગેવાનો સેલ્ફીબેન પીપળીયા રાજવી બેન્ઝીન વાળા વિશ્વાબેન વિસોદીયા , સોહમ માખેચા કૌશલ સોમૈયા એ જોબ ફેર અંગે વિસ્તૃત માહિતી આપી હતી

‘અબતક’ની મુલાકાતમાં ધોળકિયા સ્કૂલના ડેલિગેટ દ્વારા ચાર દિવસના બિઝનેસ ફેરની વીગતો સાથે આપી ફળશ્રુતિ

ટ્રસ્ટી જીતુભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે જોબ ફેર જેવા આયોજનોથી વિદ્યાર્થીઓ ને બાળપણથી જ વેપાર વાણિજ્યનું વ્યવહારુ જ્ઞાન મળી જાય અને જીવનમાં વિદ્યાર્થી કારથી જ પાકા વેપારી બને તે માટે આ જોબ ફેર નું આયોજન કર્યું છે

સમગ્ર ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પ્રસિઘ્ધ એવી રાજકોટની ધોળકીયા સ્કુલ વિઘાર્થીઓના સર્વાગી વિકાસ માટે સતત પ્રયત્ન શીલ રહે છે. શ્રેષ્ઠ શિક્ષણની સાથો સાથ વિઘાર્થીઓમાં રહેલી સુપુપ્ત શકિતઓને બહાર લાવવા તેને યોગ્ય પ્લેટફોર્મ આપવા અને આજના સમય સાથે વિઘાર્થીઓ કદમ મિલાવી શકે તે રીતે તેમનું ઘડતર કરવું એ ધોળકીયા સ્કુલ્સનો હરહંમેશ ઉદેશ રહ્યો છે. શાળાના વિઘાર્થીઓને વેપાર- વાણિજય અંગે પ્રેકટીકલ જ્ઞાન પ્રાપ્ત થાય બજારની પરિસ્થિતિનો ખ્યાલ આવે ખરીદ વેેચાણનો અનુભવ મળે અને પોતાના સ્વબળે કેવી રીતે ધંધો કરી શકાય તે શીખવા મળે એ હેતુથી આવતીકાલથી ધોળકીયા સ્કુલ્સ  દ્વારા ચાર દિવસના બીઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા શહેરમાં ફન ફેરના આયોજન અવાર-નવાર થતા રહે છે પરંતુ ભાવિ વેપાર સાહસિકોના ઘડતર માટે બિઝનેસ ફેરના આયોજનની પહેલ ધોળકીયા સ્કૂલ્સ દ્વારા કરવામાં આવી છે.

ધોળકીયા સ્કુલ્સ દ્વારા આયોજીત આ બિઝનેસ ફેરની નોંધપાત્ર બાબત એ છે કે બિઝનેશ ફેરનું સમગ્ર સંચાલન શાળાના વિઘાર્થીઓ દ્વારા જ કરવામાં આવશે. આ બીઝનેસ ફેર થકી વેપાર કેવી રીતે કરી શકાય તેની તાલીમ વિઘાર્થીઓ પોતે જ વસ્તુઓની લે-વેચ દ્વારા પ્રાપ્ત  કરશે. વિઘાર્થીઓને પ્રવર્તમાન બજારના પ્રવાહોથી વાકેફ કરાવવા માટે ધોળકીયા સ્કુલ્સ દ્વારા તેઓને આ તક આપવામાં આવી છે. આ બીઝનેસ ફેરમાં વિઘાર્થીઓ પોતાના સ્ટોલમાં જે વસ્તુઓનું વેચાણ કરવા ઇચ્છતા હોય તે વસ્તુઓની ડિમાન્ડ કેવી રહેશે. તે વસ્તુઓ સસ્તા ભાવે કયાંથી કરકસરથી કેવી રીતે મળી શકે તેમાં કેટલા પ્રકારની કવોલીટી હોય અને નફાનો ગાળો કેટલો રાખી વસ્તુનું વધુ વેચાણ કરી શકાય તે તમામ અનુભવો વિઘાર્થીઓને આ બીઝનેસ ફેરના માઘ્યમથી પ્રાપ્ર થાય છે.

આ બીઝનેસ ફેરના 3ર0 થી વધારે સ્ટોલ્સમાંથી આવનાર મુલાકાતીઓ પોતે ઘર વપરાશની ચીજવસ્તુઓ, કપડા, ફુટવેર, સ્ટેશનરી આઇટમ, મોબાઇલ એસેસરીઝ, ઘર સજાવટની વસ્તુઓ, હેન્ડ ક્રાફટ, હેલ્થકેર પ્રોડકટસ, ઓર્ગેનિક ફ્રુટસ અને વેજીટેબલ્સ વગેરેની ખરીદી કરે શકશે.

અહીના ગેમઝોનમાં વિવિધ પ્રકારની રાઇટસ, ચકકરડી, જમ્પીંગ વગેરે બાળકોના આનંદ પ્રમોદના સાધનો ગોઠવેલા છે. જયાં બાળકો નિર્દોષ આનંદ માણી શકશે. આ ઉપરાંત ફુડઝોનમાં અનેક અવનવી આઇટમોનો સ્વાદ માણી શકશે. જેમાં આઇસ્કીમ, લાઇવ ચોકલેટ, ચા-કોફી અવનવા સ્નેકસ અને ક્રન્ચી બાઇટસ પણ ઉપલબ્ધ થશે.

આ બીઝનેસ ફેર દરમ્યાન બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ શ્રેષ્ઠ આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિઘાર્થીઓ પોતાની કલાનું નિદર્શન કરી શકશે. સાથો સાથ ગેમઝોન, સેલ્ફી ઝોન અને લાઇવ સ્ટેજ પરફોમન્સ જેવા આકષણો પણ બીઝનેસ ફેરમાં ઉપલબ્ધ થશે.

ધોળકીયા સ્કુલ્સ આયોજીત આ બિઝનેસ ફેર એ આ કક્ષાનો સૌથી મોટો બીઝનેસ ફેર છે રૂ. એક કરોડથી વધુ રકમના રોકાણ સાથ 1પ00 થીવધુ વિઘાર્થીઓ દ્વારા સંચાલીત આ બીઝનેસ ફેર રાજકોટના શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આશરે 75000 થી વધારે લોકો આ બીઝનેસ ફેરની મુલાકાત લેશે અને પોતાના પરિવારોની જીવન જરુરી અને ઘર વપરાશની વસ્તુઓની ખરીદી કરી વિઘાર્થીઓનો ઉત્સાહ વધારશે.

આ બીઝનેસ ફેરનું આયોજન મવડી ચોકડી પાસે બાપા સીતારામ ચોક સામે આવેલા સોરઠીયા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. ધોળકીયા સ્કૂલ્સે સામાજીક જવાબદારીના ભાગરુપે આ બીઝનેસ ફેરનું આયોજન  કરેલ છે. આવનારા સમયમાં આ વિઘાર્થીઓ પણ ઉન્નત ભારત ને આત્મ નિર્ભર ભારતમાં પરિવર્તિત કરે તે રીતે શાળા દ્વારા આ વિઘાર્થીઓનું પાયાથી ઘડતર કરવામાં આ બિઝનેશ ફેરનો ફાળો અમૂલ્ય રહેશે.

 

ધોળકિયા સ્કૂલ ને જોબ ફેર નો 15 વર્ષનો અનુભવ દર વર્ષે વધુને વધુ ફળદાયી બને છે;જીતુભાઈ ધોળકિયા

Screenshot 11 9

26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તમામ વિદ્યાર્થીઓ રજા માણવાના મૂડમાં હોય ત્યારે ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓ 26 જાન્યુઆરીથી શરૂ થનારા ચાર દિવસના જોબ ફેર ની તૈયારી સાથે ભારે ઉત્સાહ અનુભવી રહ્યા છે જીતુભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે ધોળકિયા સ્કૂલ 15 વર્ષથી જોબ ફેર આયોજન કરે છે દર વર્ષે આ જોબ ફેર પાછલા અનુભવ ના ભાથાથી વધુમાં વધુ પડદાઇ અને દર વર્ષે કંઈક નવું નવું આપવાની પરંપરા જાળવી રાખવામાં સફળ થયું છે

સમગ્ર ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે પ્રસિઘ્ધ એવી રાજકોટની ધોળકીયા સ્કુલ વિઘાર્થીઓના સર્વાગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. શ્રેષ્ઠ શિક્ષણની સાથો સાથ વિઘાર્થીઓમાં રહેલી સુપુપ્ત શકિતઓને બહાર લાવે છે.

 

ધોળકિયા સ્કૂલ્સ દ્વારા રાજકોટના આંગણે વર્લ્ડ રેકોર્ડ સર્જાશે

ધોળકીયા સ્કૂલ્સ દ્વારા આયોજીત બીઝનેસ ફેર-2023 ને વિશ્વના સ્કુલ દ્વારા આયોજીત સૌથી મોટા બીઝનેસ ફેર તરીકેનું અપુ્રવલ મળેલ છે. આ ચાર દિવસના આયોજનની વિશાળતા એટલી મોટી છે કે આજ દિવસ સુધિ વિશ્વભરમાં આટલા મોટા પ્રમાણમાં સ્કુલ બિઝનેસ ફેરનું આયોજન કયારે પણ થયેલ નથી.

આ જોબ ફેરમાં કરોડથી વધુનું રોકાણ 7500 થી વધુ મુલાકાત 1પ00થી વધુ વિઘાર્થીઓની હીસ્સેદારી અને 3ર0થી વધુ સ્ટોલ વલ્ડ ફેરનું નીમીત બનલે. આવું અનોખું અને વિશ્વના સૌથી મોટું આયોજન જયારે ધોળકીયા સ્કૂલ્સ દ્વારા રાજકોટના આંગણે થઇ રહ્યું છે. ત્યારે આ વર્લ્ડ રેકોર્ડનો ભાગ બનવા માટે રાજકોટવાસીઓ તથા સમગ્ર ગુજરાત વાસીઓને આમંત્રીત કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.