Abtak Media Google News

‘અબતક’ની મુલાકાતમાં હર્ષા ઠક્કર કાના બારે નટવરી નૃત્ય માલા ક્લાસિકલ ડાન્સ સ્કુલની સાધના અને ફળશ્રુતિની આપી વિગતો

રાજકોટમાં કલા સંગીત નૃત્ય સાધનામાં અગ્રેસર હર્ષા ઠક્કર કાનાબાર દ્વારા સંચાલિત નટવરી નૃત્ય માલા ક્લાસિકલ પ્લાન્ટ સ્કૂલ સૌપ્રથમવાર સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા દિલ્હીમાં આયોજિત વંદે ભારત સ્પર્ધામાં ઝલકી ઊઠી છે. અબ તકની મુલાકાતમાં નટવારી નૃત્ય માલા ક્લાસીકલ સ્કૂલના પ્રતિનિધિઓમાં હર્ષાબેન ઠક્કર કાનાબાર અને આગેવાનોએ જણાવ્યું હતું કે રાજકોટમાં નટવરી નૃત્ય માલા ક્લાસિકલ ડાન્સ સ્કૂલ ની સંગીત સાધના ફળી હોય તેમ સૌપ્રથમવાર સંસ્થા દ્વારા સાંસ્કૃતિક મંત્રાલય દિલ્હીમાં આયોજિત વંદે માતરમ સ્પર્ધા ના ગ્રાન્ડ ફાઇનલમાં ટોપ 20 માં સ્થાન મેળવ્યું છે

આવતીકાલે પ્રજાસત્તાક પર્વની દિલ્હી ખાતે યોજાનારી પરેડમાં કથક નૃત્યની પ્રસ્તુતિ કરવાનું સંસ્થાને મળ્યું શ્રેય

રાષ્ટ્રીય સ્તરની આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી કથક નૃત્યમાં નટવરી નૃત્યમાલા ક્લાસિકલ ડાન્સ સ્કૂલ એકમાત્ર વિજેતા બની હોવાનો શ્રેય પ્રાપ્ત કર્યો છે સંસ્થાની આ સિદ્ધિ રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના કલારસીકો માટે પ્રેરણા રૂપ બની છે આ સ્પર્ધામાં શહેર રાજ્ય જોનલ અને નેશનલ એમ ચાર રાઉન્ડ અમદાવાદ અને ઉદયપુરમાં યોજાયા હતા અને નેશનલ સ્પર્ધામાં તો 900 થી વધારે સ્પર્ધકો જોડાયા હતા જેમાં વિજેતા થયેલા ઓને 26મી જાન્યુઆરીની રિપબ્લિક ડેની પરેડમાં કર્તવ્ય પથ પર વડાપ્રધાન મોદી સમક્ષ નૃત્ય પરિસ્થિતિ કરવાની તક મળી છે.  આ સિદ્ધિમાં રાજકોટની રટવરી માલા ક્લાસિકલ ડાન્સ સ્કૂલ પણ કથક નૃત્યની પ્રસ્તુતિ કરશે તે સમગ્ર રાજકોટ માટે ગૌરવની વાત છે સંસ્થા દ્વારા છેલ્લા 20 વર્ષથી સમગ્ર ગુજરાતમાં કથક નૃત્યની તાલીમ આપવાની જે સાધના કરી છે તેનું ફળ મળ્યું હોય તેમ હતાં ઠક્કર કાનાબાર દ્વારા સંચાલિત નૃત્ય માલા ક્લાસ સ્કૂલ આવતીકાલે 26જાન્યુઆરીએ નવી દિલ્હી ખાતે યોજાનારી પ્રજાસત્તાક પર્વની પરેડમાં કર્તવ્ય પથ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ નૃત્ય પ્રસ્તુત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.