Abtak Media Google News

સંસદનું બજેટ સત્ર આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ સાથે શરુ કરવામાં આવ્યું છે જેમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2023-24 નું ડ્રાફટ બજેટ અને વર્ષ 2022-23 નું રિવાઇઝડ બજેટ મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા દ્વારા કમીટી સમક્ષ દરખાસ્ત સ્વરુપે રજુ કરવામાં આવ્યું છે.

રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા દ્વારા નીચે મુજબની દરખાસ્તો રજુ કરવામાં આવી હતી જે નીચે મુજબ છે:

રાજકોટ મહાનગરપાલિકાનું ૨૫૮૬.૮૨ કરોડનું બજેટ

પાણી વેરો ત્રણ ગણો કરાયો સાથે મિલકત વેરો અને કલેક્શન ચાર્જમાં પણ વધારો

મનપાના બજેટમાં 48 મુખ્ય માર્ગોને વધારી 79 મુખ્યમાર્ગો બનાવાનો લક્ષય, 7 નવા બગીચાઓ ઉભા કરાશે

મનપા દ્વારા મિલકત વેરામાં 471 કરોડનો નવો લક્ષ્ય નિર્ધારિત કરાશે

4 નવા ડાયાલીસીસ કેન્દ્રો ઉભા કરાશે, મુંજકા ખાતે નવું સીએચસી કેન્દ્ર બનાવાશે

20 હેક્ટરમાં લાયન સફારી પાર્ક ઉભું કરાશે

વૃક્ષ છેદન માટે દંડની રકમ 10 હજાર નક્કી કરાઈ

બેઠકમાં રાજકોટ મેયર પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ, ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણી,  સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.