છેલ્લા કેટલાક દિવસોથી રાહુલ ગાંધીના ઘણા ટ્વીટસ્ મજેદાર હોય છે. મજાકીયા અંદાજમાં કરેલા ટ્વીટ્સ લોકોને આશ્ચર્યચકીત કરી રહ્યા છે. તેઓ આ માટે સોશિઅલ મીડિયા પર છવાયેલા છે. લોકોનાં મનમાં સતત એ સવાલ થઈ રહ્યો છે કે રાહુલના આ ‘મેકઓવર’ પાછળ આખરે કોનો હાથ છે? આ રહસ્યનો ઘટસ્ફોટ રાહુલબાબાએ પોતે કર્યો છે. તેમણે કહ્યું છે કે તેમના ટ્વીટ ‘પીડી’ કરે છે. હવે સવાલ થશે કે આ પીડી આખરે કોણ છે? પીડી રાહુલ ગાંધીનું પાળતું કૂતરું છે! રવિવારે રાહુલ ગાંધીએ તેનો એક વીડિયો પણ ટ્વિટર પર અપલોડ કર્યો હતો. ટ્વીટમાં તેમણે ‘પીડી’ તરફથી લખ્યું છે, “લોકો ઘણી વખત પૂછે છે કે આ વ્યક્તિ માટે કોણ ટ્વીટ કરે છે… તો હું બધાની સામે હાજર છું.. આ હું છું.. પીડી.. હું તેમની જેમ જ સ્માર્ટ (સ્માઇલી) છું. આ વીડિયોમાં રાહુલ ગાંધી પીડી સાથે મસ્તી કરી રહ્યા છે. તેઓ તેને ‘નમસ્તે’ કરવા માટે કહે છે તો પીડી પોતાના આગળના બે પગ ઉપર ઉઠાવી લે છે.પછી રાહુલ પીડીના નાક પર બિસ્કિટનો ટૂકડો રાખે છે અને ચપટી વગાડીને તેને ખાવાનો આદેશ આપે છે. પીડી પણ ચાલાકી સાથે બિસ્કિટ ખાઈ લે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી