ઇમ્પોર્ટ-એક્સપોર્ટના વેપારી પાસેથી હજારો ટન માલ મગાવી પેમેન્ટ ન ચૂકવતાં નોંધાતો ગુનો: અન્ય વેપારીઓ સાથે પણ કરોડોની છેતરપિંડીની ફરિયાદ

રાજકોટના ઈમ્પોર્ટ એક્સપોર્ટના ધંધાથી સાથે એન.આર.આઇ. દંપતિએ રૂ.૩.૫૯ કરોડની ઠગાઈ કર્યાની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં નોંધાઇ છે. જેમાં હજારો ટન માલ મંગાવીને દંપતીએ પેમેન્ટ ન ચૂકવતા વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે અન્ય વેપારીઓ સાથે પણ આ દંપતીએ કરોડોની છેતરપિંડી કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં રેસકોર્સ પાસે શ્રેયસ સોસાયટી શેરી નંબર- ૨માં રહેતા અને નાના મહુવા સર્કલ પાસે લેગેસી ઇમ્પેક્ષ પ્રાઇવેટ લિમિટેડ નામે ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો ધંધો કરતા રીકીભાઈ મુકેશભાઈ બાબારીએ ક્રાઈમ બ્રાન્ચમાં આફ્રિકાના માડાગાસ્કર રહેતા અને હાલ રાજકોટ આવેલા જતીન હરેશ અઢિયા અને તેના પત્ની ફોરમબેન અઢિયા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં રિકીભાઈ પાબારીએ જણાવ્યા મુજબ સન ૨૦૧૮માં માડાગાસ્કરના કૌશલભાઈ બદિયા સાથે વેપાર કરતા હતા. જેના કારણે જતીન અઢિયાએ પણ રિકીભાઇને ફોન કરી વેપાર કરવા માટે કૌશલભાઇનો રેફ્રન્સ આપ્યો હતો. જેથી શરૂઆતમાં જતીન અઢિયાએ રેગ્યુલર પેમેન્ટ ચૂકવ્યા હતા.

પરંતુ ત્યાર બાદ જતીન અઢિયાએ રૂ.૨,૬૬,૯૨,૮૦૦ની કિંમતના ૭૬૫ ટન ચોખા અને રૂ.૭૯,૧૮,૨૦૦ની કિંમતની ૫૩૦ ટન ખાંડ મગાવી હતી. જેનું પેમેન્ટ માંગતા આ દંપતીએ ફરિયાદી રિકીભાઇ પાબારીને ગાળો આપી એક પણ રૂપિયો નહીં મળે તેવું કહ્યું હતું. ત્યાર બાદ આ દંપતી હાલ રાજકોટમાં સત્યસાઈ હોસ્પિટલની બાજુમાં આલાપ હેરિટેઝ ખાતે રહેવા આવ્યા હોવાનું જાણ થતાં વેપારીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ આ દંપતીએ અગાઉ માડાગાસ્કર ખાતે વેપાર કરતાં મોહસીનભાઈ સલીમભાઈ અલી સાથે પેમેન્ટની ખોટી રસીદ આપી હોવાની અને રાજકોટના અન્ય વેપારી રવિભાઈ બદિયાણી સાથે પણ રૂ.૧ કરોડની છેતરપિંડી કરી હોવાનુ ફરિયાદમાં જણાવ્યુ હતું. જેથી ક્રાઇમ બ્રાન્ચે જતીન અઢિયા અને તેના પત્ની ફોરમ અઢિયા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.