જામનગરના રઘુવંશી ઉધોગપતિ અને જલારામ મેટલ અલ્લોયના માલિક મેહુલભાઈ ધીરજલાલ જોબનપુત્રાએ સમાજ માટે એક અનેરું ઉદાહરણ પૂરું પાડી, સમાજને નવો રાહ બતાવતું સેવાકીય કાર્ય કર્યું છે. પોતાના પુત્રના પ્રથમ જન્મદિવસ પર ૩૬ દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. આ ૩૬ દીકરીઓના લગ્ન થાય અને એમનો પરિવાર ખુશ રહે એ જ અમારા જોબનપુત્રા પરિવાર માટે ઉજવણી અને આશીર્વાદ છે, તેમ મહેશભાઈ જોબનપુત્રા એ જણાવ્યું છે.

WhatsApp Image 2023 02 23 at 12.46.06

લોકો જન્મદિવસની ઉજવણી કેક કાપીને અથવા તો ઘરે શાનદાર પાર્ટી કરીને કરતા હોય છે ત્યારે જામનગરના ઉદ્યોગપતિ એવા રમીલાબેન અને ધીરજલાલ જોબનપુત્રાના પૌત્ર અને મીરાબેન અને મેહુલભાઈના પુત્ર ‘નમન’ની પ્રથમ વર્ષગાંઠના દિવસે કોઈપણ પાર્ટી કે અન્ય ખોટા તાઇફા કરવાને બદલે સમૂહ લગ્ન યોજીને એક સેવાકીય સામાજિક અને ઉત્તમ ઉદાહરણ સમાજ માટે પૂરું પાડયું છે.

WhatsApp Image 2023 02 23 at 12.46.06 1

તારીખ ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ ‘નમન’ ની પ્રથમ વર્ષગાંઠ હોય જોબનપુત્રા પરિવાર કોઈપણ પ્રકારના જ્ઞાતિ કે જાતિના ભેદભાવ વગર હિન્દૂ વિધિથી ૩૬ દીકરીઓના ધામધૂમથી સમૂહ લગ્ન કરાવ્યા હતા. સાથે સાથે તમામ દીકરીઓને ૧૦૦ થી વધારે કરિયાવર (ઘરવખરી) ની વસ્તુઓ આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નમાં હાજરી આપવા જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રના ધાર્મિક, સામાજિક અને રાજકીય આગેવાનોને હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.