Abtak Media Google News

સેન્સેકસમાં 700 થી વધુ અને નિફટીમાં 280 પોઇન્ટથી વધુનો તોતીંગ ઉછાળો

ભારતીય શેરબજાર આજે સપ્તાહના અંતિમ ટ્રેડીંગ સેશનમાં જોરદાર ઉછાળા સાથે ખુલ્યું હતું. સેન્સેકસે ઉઘડી બજારે 59500 અને નિફટીએ 17500 ની  સપાટી ઓળંગી હતી. બેન્ક નિફટીમાં પણ તોતીંગ ઉછાળા નોંધાયા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં પણ ર7 પૈસાનો તોતીંગ મજબુતાય જોવા મળી હતી.

Advertisement

આજે સપ્તાહમાં અંતિમ ટ્રેડીંગ સેશનમાં મુંબઇ શેર બજારના બન્ને આગેવાની ઇન્ડેકસો જોરદાર ઉછાળા સાથે ખુલ્યા હતા. ઉઘડતી બજારે સેન્સેકસે 59500 પોઇન્ટની સપાટી ઓળંગી હતી અને ઇન્ફાડેમાં 59556.06 ની ઉપલી સપાટી હાંસલ કરી હતી. જયારે 59231.58 સુધી નીચે સરકી ગયો હતો. નિફટી પણ આજે 17500 પોઇન્ટની સપાટી ઓળંગી હતી અને 17526.40 ની ઉપલી સપાટી હાંસલ કર્યા બાદ 17427.70 ની સપાટી સુધી નીચે આવ્યો હતો. બેન્ક નીફટી અને નિફટી મીડ કેપ ઇન્ડેકસમાં પણ જોરદાર ઉછાળા જોવા મળ્યા હતા.

આજે તોતીંગ તેજીમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ, એસબીઆઇુ બેન્ક ઓફ બરોડા, રિલાયન્સ સહીતની કંપનીના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.  જયારે તેજીમાં પણ શ્રી સીમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગુજરાત ગેસ, ફર્સ્ટ સોર્સિસ જીન્દાલ સ્ટેનલેસ,  મહિન્દ્રા લોજીસ્ટ, લોરસ લેબ  સહીતની કંપનીના શેરોના ભાવ તુટયા હતા. બુલીયન બજારમાં પણ મંદી રહેવા પામી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો મજબુત બન્યો હતો.

આ લખાય રહ્યું છે ત્યારે 658 પોઇન્ટના ઉછાળા સાથે 59567 પોઇન્ટ પર જયારે નિફટી 195 પોઇન્ટના ઉછાળા સાથે 17516 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. જયારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 26 પૈસાની મજબૂતાય સાથે 82.33 પર ટ્રેડ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.