Abtak Media Google News

કેશોદની યુવતી પર તેના જ સગા માસીના પુત્રએ છરીથી હુમલો કરી ૧૮ ઘા ઝીંકનાર આરોપીને પોલીસે પકડી પડ્યો છે. કેશોદ પોલીસે IPC 307 અને પોકસો એક્ટનો ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે. આ હુમલાની ઘટનામાં યુવકે છરી વડે નાના મોટા 18 ઘા કરતા સગીરા બની હતી બેભાન ત્યારે પિતરાઈ બહેન પર જ ખૂની હુમલો કરનાર આરોપીને પોલીસે શકંજામાં લીધો છે.

શું બની હતી ઘટના ??

કેશોદમાં ૨૫ માર્ચના રોજ ગાયત્રી મંદિર પાસે રહેતી પૂજાબેન ભરતપુરી ગોસ્વામી નામની ૧૮ વર્ષીય યુવતી પર તેના માસીના પુત્ર કિશનગીરી દિનેશગીરી મેઘનાથી નામના સાસણના શખ્સે છરીથી હુમલો કરતા યુવતીને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ ઘટના અંગે જાણ થતાં કેશોદ પોલીસ મથકનો કાફલો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જ્યાં યુવતીની ફરિયાદ પરથી કિશન સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા હતું કે પૂજાબેન ગોસ્વામીને તેનો પિતરાઈ ભાઇ કિશન મેઘનાથી એક તરફી પ્રેમ કરતો હતો અને યુવતી સાથે લગ્ન કરવાની જીદ કરતો હતો.

પરંતુ યુવક અને યુવતી સગા થતા હોય જેથી પરિવારજનોએ લગ્ન કરવાની ના પાડી હતી. જેના કારણે કિશન જાણે બદલો લેવાની ફિરાતમાં બેઠો હોય તેમ ગઇ કાલે કિશન સાસણથી કેશોદ પૂજાબેનના ઘરે આવ્યો હતો. જ્યાં ઘરે કોઈ હાજર ન હતું ત્યારે કિશને ધરાર લગ્ન કરવા માટે પૂજાને દબાણ કર્યું હતું પરંતુ યુવતીએ ઇનકાર કરતાં ઉશ્કેરાયેલા કિશન તેની પિતરાઈ બહેન પૂજા પર છરી વડે તૂટી પડ્યો હતો અને જોતજોતામાં છરીના ૧૮ જેટલા ઘા ઝીંકી દીધા હતા.

કિશન યુવતી પર છરી વડે તૂટી પડ્યો તે દરમિયાન પૂજાની નાની બહેન આવી જતા કિશન આગળના દરવાજેથી નાસી ગયો હતો. જો નાની બહેન સમયસર ન આવી હોત તો ખૂન સવાર કિશને કઈક અજુકતું કરી લીધું હતું. લોહી લુહાણ હાલતમાં પૂજાને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

પોલીસે આરોપીની ઘરપકડ કરવા ચક્રો ગતીમાન કર્યા હતાં અને આખરે હુમલો કરનાર શખ્સ કિશનગીરી દિનેશગીરી મેઘનાથીને ઝડપી પાડી IPC 307 અને પોકસો એક્ટ હેઠળ ગુન્હો નોંધીને તેમના વિરૂદ્ધ રિમાન્ડ સહિત ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.