Abtak Media Google News

જય વિરાણી, કેશોદ

હાલ દિવાળી નજીક છે ત્યારે વિવિધ જગ્યાઓ પર રંગોળી સ્પર્ધાનું આયોજન થતું હોય છે ત્યારે કેશોદમાં પણ રંગોળી સ્પર્ધાનું આયોજન થયું હતું. આ સ્પર્ધામાં કેશોદ
પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સ્પોર્ટ્સ સેન્ટર દ્વારા મહિલા અને બાળ અધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. મહિલાઓમાં જાગૃતતા આવે તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સામાન્ય રીતે તહેવારો દરમિયાન પારિવારિક અને દામ્પત્યજીવનની સમસ્યાઓ સામાન્ય રીતે વધારે સર્જાતી હોય છે.  

ત્યારે મહિલાઓ અત્યાચારનો ભોગ બનતાં પહેલાં કાયદાકીય રક્ષણની માહિતી મેળવી શકે એવાં હેતુસર દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે ચીરોડીનાં રંગોથી તૈયાર કરેલ રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં શહેરની બાળાઓએ ભાગ લીધો હતો.આ રંગોળી સ્પર્ધા માં પ્રથમ વણપરિયા ધાર્મી દ્વિતિય ઠુંબર હેત્વી તૃતિય વાઘેલા આરતીબેન ઉત્તિર્ણ થયેલ હતાં.

Screenshot 7 35

દરેક સ્પર્ધક બાળાઓને પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યાં હતાં. કેશોદ શહેર તાલુકામાં પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર મહિલા સહાયતા કેન્દ્ર ૧૮૧ દ્વારા વિવિધ શિબિરો યોજીને મહિલા ઓને જાગૃત કરવામાં સફળતા મેળવી છે અને ભોગ બનનાર મહિલાઓને કાઉન્સેલીગ કરી સંભવત સુખદ મિલન કરાવ્યું છે આમ છતાં ઉકેલ ન આવે તો કાયદાકીય રક્ષણ પણ અપાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.