Abtak Media Google News

આધાર અને પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. જો કોઈ વ્યક્તિ આ સમય મર્યાદામાં તેના પાનકાર્ડ અને આધારને લિંક નહીં કરે તો તેનું પાન કાર્ડ ડેએક્ટીવેટ થઈ જશે. આ માટે દંડની જોગવાઈ પણ છે. નાણાં મંત્રાલયે આધાર કાર્ડને ઓનલાઈન પાન કાર્ડ સાથે લિંક કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 નિશ્ચિત કરવામાં આવી હતી અને 1000 રૂપિયાનો દંડ પણ નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે ફરી એક વખત સરકારે મુદ્દત વધારી છે.પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચથી વધારીને 30 જૂન કરવામાં આવી છે.

અત્યાર સુધી સરકારે પાન અને આધારને લિંક કરવાની સમય સુધી ચાર વખત લંબાવી છે ત્યારે પાંચમી વખત પણ લંબાવવામાં આવી છે. હાલ રિટર્ન ફાઇલ કરવા માટે પણ આધારને સરકારે ફરજિયાત કરી દીધું છે એટલું જ નહીં નવું પાનકાર્ડ મેળવવા માટે પણ આધાર કાર્ડ જરૂરી છે જેથી સરકાર વધુને વધુ ભાર પાન અને આધાર લિંક કરવા ઉપર આપી રહી છે અને ક્યાંક ને ક્યાંક હજુ પણ લોકોએ જે લિંક ન કરાવી હોય તેમના માટે આ પાંચમી વખત પણ સમય અવધિ વધારાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.