Abtak Media Google News

હાલ ગરમીના દિવસો ચાલી રહ્યા છે ત્યારે આપણે ગરમીથી બચવા માટે અનેક નુસ્ખાઓ અપનાવીએ છીએ ત્યારે એક સાધુનો વીડીય હાલ સોશીયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક સાધુએ ગરમીથી બચવા માટે જબરજસ્ત ઉપાય અપનાવ્યો છે. આ વીડીયો સોશીયલ મીડિયાના કોઈ સામાન્ય યુઝરે નહિ પરંતુ બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને શેર કર્યો છે અમિતાભ બચ્ચને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં એક સાધુ જોઈ શકાય છે, જેમણે ગરમીથી રાહત મેળવવા માટે જબરદસ્ત જુગાડ કાઢ્યો છે ચાલો જાણીએ શું છે આ વીડીયોમાં…

Advertisement

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. દરરોજ બ્લોગ લખવાની સાથે, બિગ બી ફેસબુક-ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાહકો સાથે રસપ્રદ પોસ્ટ પણ શેર કરતા જોવા મળે છે. ફરી એકવાર તેની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં  એક સાધુએ ગરમીથી રાહત મેળવવા માટે જબરદસ્ત જુગાડ કાઢ્યો છે. સાધુએ માથા પર પંખો બાંધ્યો છે, આ પંખો સોલાર પ્લેટથી ચાલે છે. તેણે સોલાર પ્લેટને પણ ખૂબ સરસ રીતે માથા પર લગાવી છે અને તેને જોડીને કપાળ પર પંખો બાંધ્યો છે

બિગ બીએ વિડીયોને આપ્યું શાનદાર કેપ્શન  !!

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ સાધુને પૂછતો જોવા મળી રહ્યો છે, ‘શું તડકામાં પંખો ચાલે છે?’ ઋષિઓ કહે છે, ‘તડકામાં ચાલશે અને છાયામાં નહિ ચાલે. જેટલો વધારે સૂર્યનો તાપ હશે તેટલો તેમાં પવન આવશે. વ્યક્તિ પૂછે છે કે આનાથી કોઈ મોટી રાહત થઈ હશે? ઋષિઓ કહે, ‘કેમ નહિ ભાઈ ! તે માથા પર લગાવેલો છે. આ વીડિયોને શેર કરતા બિગ બીએ લખ્યું, ‘ભારત આવિષ્કારની જનની છે, ભારત માતાની જય’…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.