Abtak Media Google News

 

Advertisement
  • રીઢા શખ્સની ધરપકડ કરી પુરેપુરો મુદામાલ કબ્જે કર્યો

રાજકોટ તાલુકાના અણીયારા ગામે એક સપ્તાહ પૂર્વે મકાનમાંથી રૂ. 1.50 લાખના સોનાના ધરેણાની ચોરીનો આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે ભેદ ઉકેલી ગામના જ રીઢા શખ્સની ધરપકડ કરી પુરેપરા મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુવિગત મુજબ રાજકટ – ભાવનગર માર્ગ નજીક અણીયારા ગામે રહેતા ભાવેશ હંસરાજભાઇ મોરવાડીયા નામના ખેડુતના મકાનમાં તિજોરીમાંથી દોઢ લાખના સોનાના હાર ચોરી ગયાની આજી ડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

ઘરફોડીનો ભેદ ઉકેલવવા પી.આઇ.  એલ.એલ. ચાવડા સહીતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું. ત્યારે અણીયારા ગામે રહેતો મહેશ ઉર્ફે ટીટી અશોક મોરવાડીયા નામનો શખ્સની સંડોવણી હોવાની એ.એસ.આઇ. હારુનભાઇ ચાનીયા, યશવંતભાઇ ભગત અને કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ કુંચાલાને મળેલી બાતમીના આધારે  સ્ટાફે મહેશ ઉર્ફે ટીટી મોરવાડીયાની ધરપકડ કરી સોનાનો હાર કબ્જે કરી પ્રાથમીક તપાસમાં ઝડપાયેલા શખ્સ અગાઉ વાહન ચોરી અને અપહરણના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. તેમજ ફરીયાદીના ઘરે છોકરા રમાડવાના બ્હાને અવાર નવાર આવતો હોય આથી પોલીસને દઢ શંકા જતા ઉઠાવી લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.