Abtak Media Google News

સેન્ટ્રલ જેલ, સંતોષીનગર, આમ્રપાલી અને ગેલેક્સી સહિતના ફિડરમાં આવતા વિસ્તારોને ધમરોળતા વીજ કર્મીઓ : લાખોની વીજચોરી પકડાશે

માધાપર અને પ્રદ્યુમનનગર સબ ડિવિઝન વિસ્તારમાં વીજ તંત્રની 43 ટીમોએ દરોડા પાડ્યા હતા.  જેમાં સેન્ટ્રલ જેલ, સંતોષીનગર, આમ્રપાલી અને ગેલેક્સી સહિતના ફિડરમાં આવતા વિસ્તારોને વીજ કર્મીઓએ ચેક કર્યા હતા.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. હેઠળની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. કંપની તેના વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડી શકાય તે હેતુથી ઇન્સ્ટોલેશન ચેકિંગની સઘન કામગીરી કરી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર હેઠળ કોર્પોરેટ ઓફિસની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરઓ અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરોની રાહબરી અને સીધી દેખરેખ હેઠળ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરે છે.

જે અંતર્ગત પીજીવીસીએલ દ્વારા શહેરના માધાપર અને પ્રદ્યુમનનગર સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં આજે વીજ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં પીજીવીસીએલની 40 ટીમોએ સેન્ટ્રલ જેલ ફિડર હેઠળના પોપટપરા, રઘુનંદન સોસાયટી, સંતોષીનગર ફિડર હેઠળના શકતીનગર, મનહરપુર, આમ્રપાલી ફિડર હેઠળના નહેરુનગર, શિવપરા, છોટુનગર અને ગેલેક્ષી ફિડર હેઠળના ભીલવાસ, ઠક્કરબાપા વાસ, સદર સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરાયુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.