Abtak Media Google News

વર્ષ 2017માં બસને પુરના પાણીમા નાખી 30 બાળકોના જીવ સાથે રમત રમનાર દંડ

માળીયા મી.માં તા-27/07/2017 ના રોજ કુંતાશી રાજપર જતા રોડ પર આવેલ કોજવેમા સ્કૂલની બસનાં ચાલકે પોતાની બસ પાણીમા બેદરકારીથી ચલાવી બસ પાણીમાં વચ્ચે મૂકી નાશી જતા મોરબી કોર્ટે છ વર્ષ પછી આરોપીને ત્રણ વર્ષ કેદની સજા ફટકારી છે.

Advertisement

મળતી માહિતી અનુસાર, મોરબીમાં ગત તા-27/07/2017 ના રોજ જીજે 03 એ 0958 નંબરની નિલકંઠ વિદ્યાયલયની સ્કૂલ બસના ચાલકે પોતાની બસમાં આશરે 30 છોકરાઓને બેસાડી કુંતાશી રાજપર જતા રોડ પર આવેલ કોજવેમા પાણી વધારે હોવા છતા બેદરકારીથી પાણીમાં નાખતા બસ નમી જતા બાળકોનો જીવ જોખમેં મૂકી પોતે બસ સ્થળ પર મૂકી નાશી જતા સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈ માળીયા મી. પોલીસે આરોપીને પકડી પાડી તેને કોર્ટમાં રજુ કર્યો હતો.

જેમાં મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો અને 12 મૌખીક પુરાવા અને 06 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇને આરોપી લાખાભાઇ રામાભાઇ બોરીચા (રહે. દેવગઢ તા.માળીયા મી. જી.મોરબી)ને તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષ કેદની સજા તેમજ રૂ.16,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.