Abtak Media Google News

જુનાગઢ જિલ્લામાં આવેલા કેશોદમાં ધો 10 માં અભ્યાસ કરતી સગીરા પર તેની જ સ્કુલ બસન ડ્રાઇવરે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચર કેળવી દુષ્કર્મ આચરતાં ચકચાર મચી જવા પામી છે ત્યારે આ મામલે સગીરાની માતાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા પોક્સો અને એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી નરાધમની ધરપકડ કરી છે

તરૂણ વિદ્યાર્થીઓના વાલીઓ માટે ચેતવણી સમાન શરમજનક ઘટના

સગીરા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચય મેળવી મારી નાખવાની ધમકી આપી ત્રણ વાર બનાવી હવસનો શિકાર : નરાધમની પોલીસે કરી ધરપકડ

બનાવવા અંગેની મળતી માહિતી અનુસાર કેશોદમાં રહી સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પોતાની સ્કૂલે જવા માટે સ્કૂલ બસમાં અપડાઉન કરતી હતી. જેમાં તે બસના ડ્રાઇવર કમલેશ ગોરાડ (ઉ.વ.૨૬) દ્વારા આ સંગીતા સાથે સોશિયલ મીડિયા મારફત પરિચય મેળવી તેની સાથે બળજબરી કરી તેના ઘરે જઈ ત્રણ વખત હવસનો શિકાર બનાવી હતી અને જો આ વાત કોઈને કરે તો તેના પિતાને મારી નાખવાની ધમકી સગીરાને આપી હતી.

જ્યારે બનાવની જાણ સગીરાએ પોતાની માતાને કરતા તેની માતા દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં કમલેશ ગોરાડ (ઉ.વ.૨૬) સામે ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસ દ્વારા કમલેશ ગોરાડ સામે પોકસો અને એસ્ટ્રોસિટીની કલમો હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે.જેમના પર સ્કુલ સંચાલકો અને સગીરાના વાલીએ વિશ્વાસ મુક્યો તે જ સ્કુલ બસ ડ્રાઇવરે સગીરા સાથે દુષકૃત્ય આચરતાં ચોતરફ ફિટકાર વરસી રહ્યો છે. આ ઘટના તરુણ વિદ્યાર્થીઓના વાલીઓ માટે ચેતવણી રૂપ અને શરમજનક ઘટના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.