Abtak Media Google News

સાયન્સના 9891 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે લાયક

ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સની પૂરક પરીક્ષા માટે ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરી છે. ધો.12 સાયન્સમાં એક વિષય અથવા તો બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે જુલાઇ માસમાં પૂરક પરીક્ષા લેવાશે. આ પરીક્ષા માટે શાળાઓએ 5 જૂન સુધીમાં ઓનલાઇન આવેદન પત્રો ભરવાના રહેશે. ધો.12 સાયન્સના 9891 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે લાયક છે.

ગુજરાત માધ્યમિક અને ઊચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરાયા બાદ હવે પુરક પરીક્ષા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ધો.12 સાયન્સમાં જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં ગેરહાજર રહ્યા હોય અથવા તો એક કે બે વિષયમાં ગેરહાજર રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓની યાદી બોર્ડ દ્વારા શાળાઓને મોકલવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં ગેરહાજર અથવા તો નાપાસ છે તેઓ જુલાઇ માસમાં લેવાનારી પુરક પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે.

ધો.12 સાયન્સની પૂરક પરીક્ષા માટેના આવેદનપત્રો શાળાઓએ બોર્ડની વેબસાઇટ પરથી ઓનલાઇન ભરવાના રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. શાળાઓને મોકલેલા એક વિષય અથવા બે વિષયમાં ગેરહાજર રહેલા હોય અથવા તો એક કે બે વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની યાદી શાળાઓને માત્ર જાણ માટે મોકલવામાં આવી છે.

ધો.12 સાયન્સની પરીક્ષા માટેના આવેદનપત્ર ભરવાની કાર્યવાહી શુક્રવારથી શરૂ કરી દેવામાં આવી છે અને શાળાઓ 5 જૂનના રોજ સાંજના 5 વાગ્યા સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી છે.w

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.