Abtak Media Google News

૨૮ ટકા સ્લેબમાં આવતી ૮૦ ટકા વસ્તુ પર જીએસટી ઘટશે

આજે ગુરૂવારે જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ કાઉન્સીલની એક મહત્વની બેઠક રાજધાની નવીદિલ્હી ખાતે મળવાની છે. જેમાં ૨૮ ટકા સ્લેબમાં આવતી ૮૦ ટકા વસ્તુઓ પર જીએસટી ઘટાડવા માટે નિર્ણય કરવામાં આવશે. રાજકીય વિશ્લેષકો માને છે કે, આને ઈલેકશન સોટ કહી શકાય કેમ કે, ગુજરાત અને હિમાચલની આગામી વિધાનસભા ચૂંટણી પર હકારાત્મક અસર થઈ શકે છે. જીએસટી કાઉન્સીલના સભ્ય અને બિહારના નાયબ મુખ્યમંત્રી સુશિલકુમાર મોદીએ જણાવ્યું હતું કે, ગુ‚વારે જીએસટી કાઉન્સીલની મળનારી બેઠકમાં ૨૮ ટકાના સ્લેબમાં આવતી જીવન જ‚રીયાતની ૮૦ ટકા વસ્તુઓ પર જીએસટી ઘટશે. સ્વાભાવિક રીતે જ મોંઘવારી ઘટશે. જાણવા મળે છે કે, જીવન જ‚રીયાતની પાયાની ૮૦ ટકા ક્ધઝયુમર પ્રોડકટ એટલે કે, લગભગ ૨૨૭ ઉત્પાદનોને ૨૮ ટકાના ટોપ બ્રેકેટ કે ઉંચા જીએસટી દરમાંથી બહાર લવાશે.

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, જુલાઈમાં જીએસટી લાગુ કરાયા બાદ કેટલીક સમસ્યાઓ વેપારીઓને નડી રહી હતી. આ અંગે ઉચ્ચકક્ષાએથી સર્વે કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સર્વે તેમજ તેના રિપોર્ટનો અભ્યાસ કરાયા બાદ હવે ૨૨૭ આઈટમોને ટોપ બ્રેકેટમાંથી એટલે કે ૨૮ ટકાના દરમાંથી બહાર કઢાશે. જીએસટી કાઉન્સીલની બેઠક આજે અને આવતીકાલે એમ બે દિવસ સુધી મળવાની છે. દરમિયાન જીએસટી રિટર્ન ઓનલાઈન ફાઈલ કરવા માટેના પોર્ટલમાં અવાર-નવાર સર્જાતી ટેકનીકલ ખામીને દૂર કરવા માટે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેને નિવારવા માટે ટૂંક સમયમાં પગલા લેવામાં આવશે. જેથી વેપારીઓ સમયસર જીએસટી રિટર્ન ફાઈલ કરી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.