Abtak Media Google News
  • મેં મહિનામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 74,019 મુલાકાતીઓએ લીધી મુલાકાત: મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, બાગ બગીચા અને ઝુ સમિતિ ચેરમેન અનિતાબેન ગોસ્વામીએ જાહેર કરી માહિતી

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝુ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. દર વર્ષે અંદાજિત 7.00 લાખ મુલાકાતીઓ ઝની મુલાકાતે પધારતા હોય છે . વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતિઓના પ્રાણી – પક્ષીઓ મેળવી ઝુનો વિકાસ કરવામાં આવે છે . ઉનાળુ વેકેશન દરમ્યાન મે -2023 માં 74 019 મુલાકાતીઓ પ્રાણીઉદ્યાનની મુલાકાત લીધી જે અત્યાર સુધીના  મે  માસનો સૌથી વધારે મુલાકાતીઓની સંખ્યાનો રેકર્ડ છે , તેમ મેયર ડો.પ્રદિપ ડવ સ્ટેન્ડીંગ કમિટીચેરમેન પુષ્કરભાઈ પટેલ , ઈ.ચા. મ્યુનિ.કમિશ્નર અનિલ ધામેલિયા અને બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન અનિતાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું.

Advertisement

દર વર્ષે ઉનાળામાં સ્કુલ કોલેજમાં વેકેશન દરમિયાન ઝૂ ખાતે મુલાકાતીઓની વિશેષ ભીડ રહેતી હોય છે. ઝુ ખાતે રાજકોટ શહેર ઉપરાંત આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ પધારતા હોય છે સામાન્ય રીતે રવિવાર અને તહેવારના દિવસો દરમિયાન પાંચ હજારથી પણ વધુ મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવેલ.

ગત વર્ષે ઉનાળુ વેકેશનમાં મે -2022 દરમિયાન ઝૂ ખાતે 67,815 મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. ચાલુ વર્ષે હાલ ઉનાળુ વેકેશનમાં મે -2023 દરમિયાન ઝૂની મુલાકાતે આવેલ લોકોની સંખ્યા 74019 છે. જે અત્યાર સુધીના  મે માસનો સૌથી વધારે મુલાકાતીઓની સંખ્યાનો રેકર્ડ છે.  હાલ ઝૂ ખાતે જુદી જુદી 67 પ્રજાતિઓનાં કુલ -545 વન્યપ્રાણી પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.