Abtak Media Google News
  • ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર તથા કબીરવન આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરતા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 51 લાખના ખર્ચે વોર્ડ નં.15માં નવનિર્માણ પામેલ શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર તથા વોર્ડ નં.6માં બનેલા કબીરવન આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ રાજકોટ-68 વિધાનસભાના  ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ.

મહાપાલિકા દ્વારા  23 આરોગ્ય કેન્દ્રો અને દરરોજ મજુરી કામે જતા નાગરિકોને પ્રાથમિક આરોગ્યની સારવાર મળી રહે તે માટે સાંજના 5 થી 9 દરમ્યાન જુદા જુદા સ્લમ એરિયામાં 60 જેટલા પંડિત દિન દયાળ ઔષધાલય ચલાવવામાં આવે છે. આ આરોગ્ય કેન્દ્રોમાં નિ:શુલ્ક દવાઓ તેમજ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે.

વોર્ડ નં.15 શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્રનું જુના બિલ્ડીંગની જગ્યાએ 250 ચો.મી.જગ્યામાં નવું બિલ્ડીંગ બનાવવામાં આવેલ છે. જેમાં ગ્રાઉન્ડ ફલોરમાં હોલ (વેઇટિંગ રૂમ), મેડીસીન રૂમ, લેબોરેટરી, ડોકટર રૂમ-2, હેલ્પ ડેસ્ક, ટોયલેટ બ્લોક, ફર્સ્ટ ફ્લોર પર હોલ (વેઇટિંગ રૂમ), ડોકટર રૂમ-2, કોન્ફરન્સ રૂમ, સ્ટોર રૂમની સુવિધા આપવામાં આવેલ છે. આરોગ્ય કેન્દ્રથી વોર્ડ નં.15ની અંદાજે એક લાખ જેટલી વધુ વસ્તીને આરોગ્યની સેવાનો લાભ મળશે.

વોર્ડ નં.6 કબીરવન સોસાયટી ખાતે કબીરવન આરોગ્ય કેન્દ્રના જુના બિલ્ડીંગને દુર કરી રૂ.79.75 લાખના ખર્ચે 309 ચો.મી. જગ્યામાં નવું આરોગ્ય કેન્દ્ર બિલ્ડીંગ બનાવવામાં આવેલ છે.

આ આરોગ્ય કેન્દ્રમાં ગ્રાઉન્ડ ફલોરમાં મેડીકલ ઓફિસરની રૂમ, ઓ.પી.ડી. નર્સિંગ રૂમ, વેક્સીનેશન રૂમ, હોલ (વેઇટિંગ રૂમ), મેડીસીન રૂમ, લેબોરેટરી, ડોકટર રૂમ, ટોયલેટ બ્લોક, હેલ્પ ડેસ્ક, ફર્સ્ટ ફ્લોર પર પેડીયાટ્રીક રૂમ, ગાયનેક રૂમ, કોન્ફરન્સ રૂમ, આર.બી.એસ.કે. રૂમ અને ટોયલેટ બ્લોક વગેરે સુવિધા આપવામાં આવેલ છે.

વોર્ડ નં.6માં સુવિધા સાથેનું આરોગ્ય કેન્દ્ર બનવાથી અંદાજે એક લાખ જેટલી વધુ વસ્તીને આરોગ્યની સુવિધાનો લાભ મળશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત  રહ્યા હતા.

આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, આરોગ્ય કમિટી ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા, વોર્ડ નં.6ના કોર્પોરેટર શ્રી દેવુબેન જાદવ, મંજુબેન કુગશીયા, પરેશભાઈ પીપળીયા, ભાવેશભાઈ દેથરીયા, વોર્ડ નં.15 ભાજપ પ્રભારી જીણાભાઈ ચાવડા, પ્રમુખ સોમાભાઈ ભાલીયા, મહામંત્રી મહેશભાઈ બથવાર, રત્નાભાઈ મોરી, વોર્ડ નં.6 ભાજપ પાર્ટીના પ્રભારી રમેશભાઈ પરમાર, મહામંત્રી દુષ્યંતભાઈ સંપટ, વિરમભાઈ રબારી, પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ કુગશીયા આ ઉપરાંત આ વિસ્તારના અગ્રણી મનસુખભાઈ જાદવ, દલસુખભાઈ જાગાણી, પરાગભાઈ મહેતા, પિન્ટુભાઈ રાઠોડ, અગ્રણી દિગુભા ગોહેલ, રાજુભાઈ પાટડિયા, કિન્નરીબેન ચૌહાણ, કિરણબેન પાટડિયા, નમ્રતાબેન પઠાણ, નારણભાઈ, હિરેનભાઈ રાવલ, વિનુભાઈ અગ્રાવત, પ્રેમજીભાઈ મકવાણા, દેવજીભાઈ વસાણી, હરેશભાઈ ટુડીયા, પ્રવિણભાઈ રૈયાણી, બી.ડી.તલસાણીયા, દીપકભાઈ ગજેરા, વિજયભાઈ ડોડીયા, મનોજભાઈ ગરૈયા, હેતલબેન પાટડિયા, મિલનભાઈ લીંબાસીયા, મહેબુબભાઈ સાઝદા, શૈલેષભાઈ પ્રજાપતિ, વોર્ડ નં.15ના પૂર્વ કોર્પોરેટર શામજીભાઈ ચાવડા, અગ્રણી વરજાંગભાઈ હુંબલ, મહેશભાઈ અઘેરા, રામભાઈ હેરભા, પ્રભારી જાન્સનાબેન હેરભા, પ્રમુખ સંગીતાબેન પેઢડીયા, ગીતાબેન પારઘી, વિનોદભાઈ કુમારખાણયા, નાનજીભાઈ પારધી, કનુભાઈ કરવડા, ભમુભાઈ ખીમસુરીયા વગેરે ઉપસ્થિત  રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.