Abtak Media Google News

31 વર્ષ પછી આઈસીસીની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ઓસ્ટ્રેલિયા ટકરાશે

આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓવેલ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો મેચ રમાશે ત્યારે બંને ટીમો આ ચેમ્પિયનશિપની ટ્રોફી જીતવા માટે એડીચોટી નું જોર પણ લગાવશે. ત્યારે ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ જણાવ્યું હતું કે ભારતીય ટીમ કોઈ પણ ભોગે ચેમ્પિયન થવા માંગે છે કારણ કે છેલ્લા એક દસકામાં આઇસીસીની કોઈ મોટી ટ્રોફી ભારતને મળી નથી ત્યારે આ એક સુનેરી તક છે

ભારતીય ટીમ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ની ટ્રોફી જીતવાનો. આ ફાઈનલ મેચ જીતવાની સાથે જ વિશ્વને એક નવો ટેસ્ટ બોસ મળશે. આ સાથે જ ભારતની નજર આઇસીસી ટાઇટલના છેલ્લા 10 વર્ષના દુષ્કાળને ખતમ કરવા પર પણ રહેશે. ભારતે છેલ્લે 2013માં ઈંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

ભારત વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યા બાદ ત્રણ વખત આઇસીસી ટુર્નામેન્ટની ફાઇનલમાં હાર્યુ છે. આ ઉપરાંત ભારતીય ટીમ ચાર વખત સેમિફાઇનલમાં હારી છે. ટીમ 2021 ટી20 વર્લ્ડ કપના પહેલા જ રાઉન્ડમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. ભારતને છેલ્લી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ જીતવાની તક હતી જેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો અને ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમવાર ડબલ્યુટીસી ચેમ્પિયન બની હતી.

ઓવેલની ટર્નિંગ વિકેટ સ્પીનરો માટે આશીર્વાદરૂપ નિવડશે : તેંડુલર

ભારતીય ટીમના માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે, ઓવલની ટર્નિંગ વિકેટ સ્પીનરો માટે આશીર્વાદરૂપ નીવડશે ત્યારે ભારતીય ટીમ તરફથી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા ભારતીય ટીમ માટે ખૂબ ઉપયોગી નીવડશે. ઓવલની ટર્નિંગ વિકેટ ને ધ્યાને લઈ ભારતીય ટીમ ત્રણ ફાસ્ટ બોલર અને બે સ્પિનર સાથે મેદાનમાં ઉતરે તેવી પૂર્ણ શક્યતાઓ સેવાઈ રહી છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર જણાવ્યું હતું કે ઓ વેલ ને વિકેટ દિવસે અને દિવસે બદલતી રહેશે જે સ્પીન બોલેરો માટે આશીર્વાદરૂપ નીવડશે.

ઓવલની વિકેટ સાથે ભારતીય ટીમના સારા સંસ્મરણો

એક સમયે ત્રણ ટેસ્ટ મેચ હાર્યા બાદ ભારતીય ટીમ એ ઓવલ ખાતે ઐતિહાસિક કરી હતી જેમાં સુનિલ ગાવસકરે 221 રન ફટકારીયા હતા. જ્યારે ચંદ્રશેખર એ માત્ર 38 રન આપી છ વિકેટ ઝડપી હતી. ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન અજીત વાડેકરની કપ્તાનીમાં જુલાઈ-ઑગસ્ટ 1971 દરમિયાન યુકેના પ્રવાસે હતી. ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની પ્રથમ બે ટેસ્ટ મૅચ વરસાદના કારણે ડ્રૉ રહી હતી. હવે અંતિમ ટેસ્ટ મૅચ લંડનના ઓવલ મેદાન પર રમાઈ રહી હતી.ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ઇંગ્લૅન્ડની ટીમ 101ના નજીવા સ્કોર પર ઑલ આઉટ થઈ ગઈ હતી. આ ઇંગ્લૅન્ડનો ભારત વિરુદ્ધ સૌથી ઓછો સ્કોર હતો. ભારત તરફથી લેગ-સ્પિનર ભાગવત ચંદ્રશેખરે આક્રમક સ્પિન બૉલિંગ કરી હતી.ચંદ્રશેખરે 18.1 ઓવરમાં માત્ર 38 રન આપી 6 વિકેટ નોંધાવી હતી.

ભારતીય ટીમ તરફથી શુભમન ગિલ એકસફેક્ટર સાબિત થઈ શકે છે

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બિલ આજથી શરૂ થતી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ માટે એક્સફેક્ટર સાબિત થશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા તરફથી ચાર્ક પણ પોતાની ઘાતક બોલિંગ થી ભારતને હંફાવે તો નવાઈ નહીં. અત્યારે કાઉન્ટી ક્રિકેટમાં ચેતેશ્વર પુજારાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન ભારતીય ટીમ માટે ખૂબ ઉપયોગી અને લાભદાય નીવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.