Abtak Media Google News

જીપીએસસીએ મોકૂફ રાખેલી પરીક્ષા હવે 23 અને 24 જૂનના રોજ લેવાશે

સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક ખુશખબર મળી રહ્યા છે. તલાટીની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય જુનિયર ક્લાર્કની ભરતી પરિક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડે પરિણામ જાહેર કર્યું છે. બીજી બાજુ જીપીએસસી એ મોકુફ રખાયેલી પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે.વાવાઝોડાના કારણે રાજ્યમાં યોજાનાર પરીક્ષા જીપીએસસીએ મોકુફ રખાઈ હતી. પરંતુ હવે જાહેર જીવન થાળે પડતાં એક મોટો નિર્ણય લેવાયો છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, બિપોરજોય વાવાઝોડાને લઈને બીજી ઘણી સરકારી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. વર્ગ 3ના કર્મચારીઓની ખાતકીય પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી હતી. 19 થી 24 જૂન દરમિયાન લેવાનારી આ પરીક્ષા વાવાઝોડાના કારણે મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર વિવિધ સંવર્ગની ખાતાકીય પરીક્ષાઓ મુલતવી રાખવાની અગત્યની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૦૯/૦૬/૨૦૨૦૩ ની વિવિધ જાહેરાતોથી વિવિધ સંવર્ગની ખાતાકીય પરીક્ષાઓ તા.૧૯/૦૬/૨૦૨૩ થી તા.૨૪/૦૬/૨૦૨૩ દરમ્યાન યોજવાની જાહેરાત મંડળની વેબસાઇટ પર કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.