વિકાસની ઉડાન ભરવા ભારત સજ્જ !!!

ઈન્ડિગો એરલાઈનસે 500 એરબસ વિમાનોની ખરીદી કરશે

દેશનું અર્થતંત્ર જેટ ગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે વિકાસની ઉડાન ભરવા પણ ભારત સજ્જ બન્યું છે. જેનું સૌથી મોટું ઉદાહરણ એ જ છે કે ગત દિવસોમાં એર ઇન્ડિયા અને ગઈકાલે ઈન્ડિગો એમ બે કંપનીઓએ સંયુક્ત રીતે દસ લાખ કરોડ રૂપિયાના વિમાનોની ખરીદી કરી છે જે સૂચવે છે કે દેશની અર્થવ્યવસ્થા ઝડપભેર વિકસિત બની રહી છે. આ પ્રકાર ની મોટી ડીલ ત્યારે જ શક્ય બને કે જ્યારે દેશ વિકાસ તરફ આગળ વધતો હોય. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2030 સુધીમાં જમીનના વિકાસ સાથે ભારત હવાઈ ક્ષેત્રે પણ ડંકો વગાડશે અને તેના પરિણામ સ્વરૂપે તેઓ દિન પ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.

એવિએશન ઇતિહાસનો સૌથી મોટો વિમાનોનો ઑર્ડર ઇન્ડિગોએ આપ્યો  છે. વિમાનોની ખરીદીની આ બોલી એરબસએ જીતી છે. આ રીતે ઈન્ડિગો એરબસ પાસેથી 500 વિમાન ખરીદશે. દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોએ સોમવારે જણાવ્યું હતું કે, તેણે 500 એરબસ એ320 વિમાનોનો રેકોર્ડ ઑર્ડર આપી દીધો છે. હવે ઈન્ડિગો આવનારા સમયમાં પોતાનું વિસ્તરણ કરવા માગે છે. આ માટે તેણે આ મોટો ઑર્ડર આપ્યો છે. એર ઈન્ડિયા ટાટા ગૃપ પાસે ગયા પછી આ કંપનીએ પણ અનેક વિમાનોનો ઓર્ડર આપ્યો હતો.

ઈન્ડિગો એરલાઈને આ ઑર્ડરની એરબેસ પાસેથી કોઈ એરલાઈન દ્વારા એક જ વિમાનનો સૌથી મોટો ખરીદી કરાર થયો છે. એરલાઈને જણાવ્યું હતું કે, વિમાનોની ડિલીવરી વર્ષ 2030થી 2035ની વચ્ચે થશે. 500 એરક્રાફ્ટનો ઑર્ડર ફક્ત ઈન્ડિગોનો જ સૌથી મોટો ઑર્ડર નથી, પરંતુ એરબસ પાસેથી એરલાઈન્સ દ્વારા ખરીદવામાં આવેલા સિંગલ એરક્રાફ્ટનો સૌથી મોટો ઑર્ડર છે.

કિંમતની વાત કરીએ તો, આ ઑર્ડર 50 અબજ ડૉલરથી વધુની કિંમતનો છે એટલે આશરે 4.25 લાખ કરોડ રૂપિયાની આ ડિલ છે. જોકે, વાસ્તવિક કિંમત ઘણી ઓછી હશે. કારણ કે, આટલા મોટા ઑર્ડરની સાથે સારી એવી છૂટ મળશે. આ પહેલા માર્ચ મહિનામાં એર ઈન્ડિયાએ 470 વિમાનોનો ઑર્ડર આપ્યો હતો. હાલ જે સ્થિતિ ઉદ્ભવિત થઈ રહી છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે હવે વિશ્વના અન્ય દેશોની જેમ ભારતનું ઉદયન ક્ષેત્ર પણ વિકસિત થશે અને વિકાસની હરણફાળ ભરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.