Abtak Media Google News

– વિદ્યાર્થીઓ તો ઘણીવાર શાળા, કોલેજમાં ગુલ્લી મારી ક્લાસ બંક કરે છે પરંતુ જ્યારે શિક્ષકો પણ આવું કરે તો યોગ્ય ન કહેવાય. જેના કારણે રીયલ ટાઇમ એટેંર્ડેસ (RTA) અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા એક ખાસ મોબાઇલ એપ તૈયાર કરવામાં આવી છે. જેમાં શિક્ષકોએ આ એપ પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરવાની રહેશે તેમજ શાળાએ આવીને એક સેલ્ફી અને જતા સમયે સેલ્ફી લઇ મુકવાની રહેશે આ એપ જાતે એ ફોટો મુખ્ય સર્વસ સુધી પહોંચાડશે. આ એપને વર્તમાન સમયમાં કાર્યરત એવી ઉજ્જવલ એપ સાથે જોડવામાં આવી છે. અને ટુંક સમયમાં જ તે અમલમાં આવશે. આ એપ દ્વારા સિસ્ટમમાં પારદર્શિતા આવશે અને ગુલ્લી મારતા શિક્ષકો પર ચાંપતી નજર રખાશે . આ સેલ્ફી દ્વારા તેના કરંટ લોકેશન પણ અપડેટ થશે GPRS સીસ્ટમ દ્વારા સુનિશ્ર્ચિત સમયના અંતરે અપડેટ આવતી રહેશે. તેમજ આ સેલ્ફી ફોજની ગેલેરીમાં સેવ નહિં થાય અને સીધી મુખ્ય સર્વરમાં સેન્ડ થઇ જશે. તો આમ હવે સરકારી શિક્ષણ વ્યવસ્થામાં જો શિક્ષકો કોઇ પણ પ્રકારની બેદરકારી દાખવશે તો તેને જ ભારે પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.