Abtak Media Google News

શિકલા સાથે કેમ ફરે છે તેમ કહી ચાર શખ્સો આચર્યું કૃત્ય

મોરબી શાકમાર્કેટના ગેટ નજીક રોડ ઉપર મોટરસાયકલ ઉપર બે શખ્સો યુવક પાસે આવી તું કેમ શિકલા સાથે ફરે છે તેમ કહી ત્રણ શખ્સોએ છરી વડે ઇજા પહોંચાડી હતી તેમજ યુવકના મિત્રને પણ છરી વડે ઈજા પહોચાડી હતી. અન્ય એક ચોથા શખ્સે યુવકને ધોકા વડે મારમાર્યો હતો અને ચારે શખ્સોએ યુવકને ભુંડા બોલી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે ચારેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

Advertisement

મળતી માહિતી મુજબ મોરબીના વાઘપરા શેરી નં-3 માં રહેતા દિપકભાઈ રાજુભાઇ બુધ્ધદેવ (ઉ.વ.28) એ આરોપી કીશન પટેલ રહે. મોચી ચોક મોરબી, યશ પટેલ રહે. મોચી ચોક મોરબી, યશ પટેલનો ભાઈ રહે. મોચી ચોક મોરબી, શાહનવાઝ કાસમાણી રહે. ખાટકીવાસ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી કે આરોપી નં.(2) તથા (4) મોટર સાઈકલ લઈને આવેલ અને ફરિયાદીને કહેલ કે શિકલા સાથે કેમ ફરે છે તેમ કહી આરોપી કીશન પટેલે તેના નેફામાથી છરી કાઢી ફરિયાદીને ડાબી આંખ પાસે એક ઘા મારેલ અને તથા આરોપી યશ પટેલે તેના નેફામાંથી છરી કાઢી સાહેદને ડાબા હાથના કાંડા પાસે એક ઘા મારેલ બાદ આરોપી કીશન, યશ અને યશ પટેલના ભાઈએ અને આરોપી કીશન પટેલે ફરિયાદીને જમણા હાથે કોણીથી ઉપરના ભાગે તેના પાસે રહેલ ધોકાનો એક ઘા મારી દીધેલ તેમજ આરોપી યશ પટેલના ભાઈએ ફરીયાદી તથા સાહેદને ઢીંકા પાટુનો મુંઢ માર મારી આરોપી યશ પટેલે ફરિયાદીને ધક્કો મારતા ત્યાં પડેલ શાકભાજીના ટ્રક સાથે અથડાતા પાંચ દાંતમાં ઈજા થતા તેમજ આરોપી કીશન, યશ, યશનો ભાઈ તથા શાહનવાઝએ ફરિયાદી તથા સાહેદને ભુંડાબોલી ગાળો આપી તેમજ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.