Abtak Media Google News

એસ.પી. હર્ષદ મહેતા, સ્થાનિક પોલીસ અને બ્રાંચ દ્વારા મેગા ડ્રાઈવ:  213 શખ્સોની અટકાયત

માંગરોળ શહેર તેમજ બંદર વિસ્તારમાં ત્રણ થી ચાર કિલોમીટર ચાલી ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ રીઢાગુનેગારો ની અંગ જડતી સાથે રેણાક વિસ્તારો પણ સર્ચ કરવામાં આવ્યા  માંગરોળમાં અલગ અલગ રીતે આ સચ ઓપરેશન દરમિયાન 296 જેટલા અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યાતમામ વિસ્તાર ની માહિતી મેળવી ગાંધી ચોકમાં તેમજ બંદર પર નવી પોલીસ ચોકી બનાવવા માટેની જગ્યાની મૂલાકાત લીધી હતી સાથે સાથે હિંદુ મુસ્લિમ આગેવાની મુલાકાત પણ લીધી હતી  આ સાથે પોલીસ વિભાગ દ્વારા માંગરોળમાં સરપ્રાઈઝ મેગા કોમ્બિંગ હાથ ધરાયુ જેમા 213 જેટલા ગુન્હેગારોને રાઉન્ડ અપ કરાતા અસામાજિક તત્ત્વોમાં ફફડાટ ફેલાયો.

માંગરોળ વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને અલગ અલગ ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડવા માટે જુનાગઢ જીલ્લા એસપી ની અધ્યક્ષતામાં ડીવાયએસપી કોડીયાતર અને તેમની ટીમો, જીલ્લા એલસીબી, એસઓજી ડિવિઝન, હેડ ક્વાર્ટર સહીત પોલીસ અધિકારી અને કર્મચારીઓની ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા શકમંદો ગુનેગારો ના ઘરો સર્ચ કરી 213 જેટલા ઇસમોની અટક કરી કાર્યવાહી હાથ ધરાઈ. પોલીસની સરપ્રાઈઝ કોમ્બિંગ સાથે મેગા ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન 80 થી વધુ નંબર પ્લેટ વગરના અને ફેન્સી નંબર પ્લેટ વાળા વાહનો સાથે છરી-ચપ્પુ જેવા તિક્ષણ હથિયાર રાખનાર ત્રણ ગુન્હા સહીત ગુનાઓની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ માંગરોળમાં આગેવાનોને પોત પોતાના સમાજમાં ઓ સામાજિક તત્વોને પ્રોત્સાહન ન આપવા તેમજ માંગરોળ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી અને માંગરોળમાં ગુનાહિત કૃત્ય કરનારા લોકો ઉપર પોલીસના ધ્યાને આવશે કે તરત  કાર્યવાહી કરવામાં આવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.