૧૫ જ્વેલર્સ સહિત ૪ વ્યક્તિ સાથે થયી છેતરપિંડી
સુરત ન્યૂઝ
ડાયમંડ સિટી સુરતમાં ફ્રોડ થવાની ઘટનાઓ છાશવારે બનતી હોય છે અને એમાં પણ કારખાનામાં કામ કરતાં કારીગરો ઠગી જાતા હોય એવી ઘટનાઓ વધુ જોવા મળતી હોય છે. પરંતુ જ્વેલર્સના વેપારી પિતા પુત્રએ ગ્રાહકો અને વેપારીઓને છેતરી પલાયન થયી ગયા હોવાની ઘટના સામે આવી છે.
વરાછાના કે.પ્રકાશ જ્વેલર્સને તાળા મારી ધાનક પિતા અને પુત્ર પલાયન થઈ ગયા હોય. પિતા પુત્રની જોડીએ લોભામણી સ્કીમ આપી ગ્રાહકોના જૂના સોનાનાં ઘરેણાં પડાવી લીધાં હતા અને મેટ્રોનું કામ ચાલું હોવાથી દુકાન બંધ છે એવું પેમ્ફલેટ ચોંટાડી ભાગી ગયા હોવાની જાણ થતાં ફ્રોડ થયો હોવાનું જણાયું હતું. ત્યાર બાદ ૪ વ્યક્તિ સાથે થઈ ૧૨.૧૮ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં ૧૫ જ્વેલર્સ પણ ભોગ બન્યા છે.